મુંબઈમાં અમદાવાદના દર્શન સોલંકીના મોત મામલે જીગ્નેશ મેવાણીએ કહ્યુંઃ SITની માગ સ્વિકારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ મુંબઈમાં આઈઆઈટીના વિદ્યાર્થીના મોતને મામલે ભારે ચકચાર મચી છે. કથિત રીતે આ યુવકે આઠમા માળેથી કુદીને જીવ ટુંકાવ્યો હોવાનું કહેવા છે પરંતુ આ યુવક હાલમાં જ ત્રણ મહિના પહેલા જ અહીં સિલેક્ટ થયો હતો. જે પછી રેગિંગથી લઈને તેના પર જાતિવાદી બાબતોને લઈને પરેશાનીઓ હતી વગેરે આક્ષેપો થવા લાગ્યા છે ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, દર્શન સોલંકી ગુજરાતનો ટેલેન્ટેડ દિકરો હતો. ગુજરાતના મુખ્યમંત્રી હજુ સુધી તેના માતા-પિતાને કેમ મળવા નથી ગયા, SITની માગ સ્વીકારો.

રોહિત વેમુલા અને દર્શન સોલંકી
આંબેડકર-પેરિયાર-ફુલે સ્ટડી સર્કલે આરોપ લગાવ્યો છે કે દર્શનની મોતનો મામલો આત્મહત્યાનો નથી, પણ તે સંસ્થાનિક હત્યા છે. કારણ કે દલિત અને બહુજન વિદ્યાર્થીઓની પરેશાનીઓના સમાધાન માટે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આત્મરક્ષાનો કોઈ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે 17મી જાન્યુઆરી 2016માં હૈદરાબાદમાં 26 વર્ષીય રોહિત વેમુલાની સંસ્થાનીક હત્યાના આરોપો પછી તે મુદ્દો રાષ્ટ્રીય સ્તર પર છવાયો હતો. હવે આ મામલામાં જાતિભેદનો આરોપ લાગી રહ્યો છે. તેના પરિવારે પણ આ મામલે SITની રચના કરીને તપાસ કરવાની માગ કરી છે. જોકે અનેક લોકોએ એવું પણ કહ્યું કે, IIT જેવી સંસ્થાઓમાં આવું નથી થતું કારણ કે ત્યાંનું મેરિટ જ સર્વોચ્ચ છે અને બાળકોમાં જે તણાવ હોય છે તે પારિવારિક કારણો કે કોર્સને લગતા કારણો હોતા હોય છે.

 

ADVERTISEMENT

દર્શન સોલંકીના મૃત્યુ અંગે જીગ્નેશ મેવાણીએ શું કહ્યું
જીગ્નેશ મેવાણીએ IIT મુંબઈમાં બીટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીના મૃત્યુ કેસમાં કહ્યું કે તે ગુજરાતના હતા. આજે અમે તેમના મૃત્યુને પગલે અમારા કાર્યક્રમને સ્થગિત કર્યો છે અને તેમના માટે શાંતિ પ્રાથના કરી છે. ગુજરાતે પોતાનો ટેલેન્ટેડ દિકરો ગુમાવ્યો છે, જાતિના ભેદભાવના કારણે, રેગિંગના કારણે, જાતિવાદી ભેદભાવને કારણે કે અન્ય કારણે તેની હત્યા કરવામાં આવી, કે તેને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી તેવા ઘણા પ્રશ્નો છે. લુણાવાડામાં 19મી તારીખે મહિસાગરમાં ન્યાયની માગ કરવા કેન્ડલમાર્ચ કરાશે. આ અંગે વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવાશે. ગુજરાતના મુખ્યમંત્રી તેના માતાપિતાની ખબર પુછવા કેમ નથી ગયા.

(ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT