મહિસાગરઃ વરઘોડામાં કાર ઘુસી જતા અકસ્માતમાં મૃતક-ઘાયલોને વળતર આપવા MLA માનસિંહ ચૌહાણની માગ
વીરેન જોશી.મહિસાગરઃ બાલાસિનોર નગરમાં રાત્રે નિકળેલા લગ્નના વરઘોડામા પુર ઝડપે આવતી સ્વીફ્ટ કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ બાલાસિનોર નગરમાં રાત્રે નિકળેલા લગ્નના વરઘોડામા પુર ઝડપે આવતી સ્વીફ્ટ કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 25 થી વધારે લોકો ઘાયલ થયા હતા. જે ઘટનામાં મૃતક અને ઘાયલોને સહાય મળે તે માટે બાલાસિનોર મતવિસ્તારના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેકટરને લખ્યો પત્ર અને પત્રમા વળતર ચૂકવવા ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે બાલાસિનોર નગરના દેવી પૂજક સમાજના લગ્નના વરઘોડોમાં અકસ્માત થતા લગ્નનો આનંદ માતમમાં ફેરવાઇ ગયો હતો.
સુરત: દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસેના BRTS બસ સ્ટોપમાં લાગી ભીષણ આગ- Video
શું બનાવ બન્યો હતો?
બાલાસિનોરના સેવાલીયા રોડ પર આવેલ રિલાઇન્સ પેટ્રોલ પંપ પાસે દેવી પુજક સમાજના વરઘોડામાં બેફામ આવતી સ્વીટ કાર ઘુસી જતાં વરઘોડામાં કારે કેટલાય લોકોને અડફેટે લેતા વરઘોડામાં આવેલી એક મહિલાનું આ ઘટનામાં મરણ થયું છે. ઘટના સ્થળે 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મરણ પામનાર વાઘેલા મણીબેન ઇશ્વરભાઇ જે બાલસીનોરના રહેવાસી હતા અને પોસ્ટ મોર્ટમ ( P.M. ) નડિયાદ સીવીલ હોસ્પિટલ ખાતે થયું છે.
ADVERTISEMENT
લુણાવાડામાં આસારામની આરતી ઉતારવા મામલે જીગ્નેશ મેવાણી આકરાઃ ‘ભાજપ સરકારની પ્રેરણાથી…’
સીસીટીવી સ્તબ્ધ કરી દેનારા
ઘટના બાબતે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મરણ પામેલી મહિલા અને ઘાયલ થયેલા લોકો બાલાસિનોર મતવિસ્તારના તથા કઠલાલ તાલુકાના સગા સબંધીઓ હતા. જેઓ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા છે તેઓ હાલ (આ લખાય છે ત્યારે) બાલાસિનોર કે.એમ.જી, હોસ્પિટલ, ગુજરાત હોસ્પિટલ અને લુણાવાડા ખાતે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જે અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યા છે. આ સીસીટીવી જોઈને બે ઘડી દરેક સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનામાં સીસીટીવી જોતા મોટી દુર્ઘટના ઘટ્યાનો અણસાર ચોક્કસ આવે છે. જોકે સદભાગ્યે ઘણા લોકોનો જીવ પણ બચ્યો છે. ઘટનામાં મૃત્યુ પામનાર અને ઇજાગ્રસ્તોને સરકારમાંથી યોગ્ય વળતર અપાવવા મહીસાગર જિલ્લા બાલાસિનોર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મહીસાગર જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે. બાલાસિનોરના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મહીસાગર જિલ્લા કલેકટરને પત્ર લખી મરણ પામેલા મહિલા સહિત ઈજા ગ્રસ્તોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે ભલામણ કરી છે.
બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં અકસ્માત#Mahisagar જિલ્લાના બાલાસિનોરમાં ગઈકાલે નીકળેલા લગ્નના વરઘોડામાં નાચતા મહેમાનોને પુર ઝડપે આવતી સ્વીફ્ટ કારે અડફેટે લેતાં 1 મહિલાનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા. #CCTVFootage #GTVideo #Accident pic.twitter.com/c34hCErSGV
— Gujarat Tak (@GujaratTak) February 16, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT