MLA ચૈતર વસાવાની પ્રેમ કહાનીઃ બંને પત્નીઓએ કહ્યું ‘અમે સગી બહેનો જેવા’: Valentine’s Day

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોણ નથી જાણતું, ગુજરાત ભરમાં તેમના નામની ચર્ચાઓ છે. તેમની સામાજિક અને રાજકીય કારકિર્દી અંગે આપણે ઘણું જાણીએ છીએ પરંતુ આજે તેમની રાજકીય સફર કે નેતા બનવાની સફર અંગે વાત નથી કરી રહ્યા આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ખાસ આપણે તેમની પ્રેમ કહાની અંગે વાત કરી રહ્યા છીએ. આપને જાણીને નવાઈ લાગશે કે ચૈતર વસાવાના જીવનમાં એક નહીં પણ બે પ્રેમિકાઓ છે અને તે બંને હાલ તેમના પત્ની છે. સાથે જ બંને પત્નીઓ એક બીજાથી ખુશ પણ છે. ચૈતર વસાવાના જીવનમાં આવું કેવી રીતે બન્યું તે આવો જાણીએ…

Breaking News: અદાણી મુદ્દે પહેલી વખત બોલ્યા અમિત શાહઃ કહ્યું…

પત્નીઓ સાથેની મુલાકાત
ચૈતર વસાવાને બે જીવન સંગીનીઓ છે જેમાં એક સંગીનીનું નામ વર્ષા અને બીજા છે સકુંતલા, તેમની સાથે કેવી રીતે મુલાકાત થઈ તે અંગે જણાવતા ચૈતર વસાવા કહે છે કે, હું જ્યારે એકલવ્ય વિદ્યાલય ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે 2006માં ત્યાં ગયો ત્યારે નજીકના ગામના સકુંતલા સાથે પરીચય થયો અને અમે ધોરણ-11 અને 12માં પણ સાથે ભણ્યા હતા તેથી પરીચય થયો, તેમના પરિવાર સાથે પરિચય થયો. તે પછી અમે પ્રેમ સંબંધમાં બંધાયા. સાથે ભણ્યા અને આ દરમિયાનમાં મારા ગામમાં જ રહેતા વર્ષા સાથે અવારનવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થયું. હોળી-દિવાળીમાં મળવાનું થયું અને પછી તેમની સાથે પણ પ્રેમ સંબંધ બંધાયો.

ADVERTISEMENT

લગ્ન કોની સાથે કરવા?
અમારે જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે મારે મુંજવણ એ થતી હતી કે લગ્ન કોની સાથે કરવાના, કેવી રીતે કરવાના, પણ સારા સમજુ અને એક બીજા સાથે તેમનું ટ્યૂનિંગ થતું હતું. તેથી શરૂઆતમાં અમે 2011ના ડિસેમ્બરમાં મારા સકુંતલા સાથે લગ્ન થયા અને તેમની સાથે મેં વાત કરી કે મારો સંબંધ ગામમાં જ વર્ષા સાથે છે તેને પણ હું છોડી શકું તેમ નથી. મારી કપરી પરિસ્થિતિ હતી. મારી આવકના કોઈ સ્ત્રોત હતા. અમારા ટ્યૂનિંગથી બધું સોલ્વ થયું અને નક્કી થયું કે, આપણે સાથે જીવીશું. આપણે હળી મળીને રહીશું, એક બીજાને સમાવીને જીવીશું. મારી પત્ની સકુંતલાએ ખુબ સાથ આપ્યો અને કહ્યું તમે ચિંતા ન કરો આપણે તેમને પણ લાવીશું.

‘જુઓ… મારી મમ્મી સળગી રહી છે’, બુલ્ડોઝર એક્શન વખતે માં-દીકરીનું બળીને મોત

પ્રથમ પત્નીએ જ વાત મુકી
ચૈતર વસાવાએ કહ્યું કે સૌ પ્રથમ સકુંતલાએ જ આ અંગે વાત મુકી હતી કે આપણે સાથે જીવીશું. તેમના પરિવારે પણ સહમતી આપી. વર્ષાએ પણ સહમતી આપી કે આપણે સાથે અને પ્રેમભાવથી જીવીશું. મારી પાસે કશું જ ન્હોતું છતા તેમણે બંનેએ મને સ્વિકાર્યો હતો. હાલ આ ગામમાં અને તાલુકામાં પણ જ્યારે કોઈ પરિવારોમાં અણબનાવો બને છે, પ્રેમ સંબંધોમાં અણબનાવો બને છે તો લોકો અમારા દાખલા આપે છે કે, ચૈતરભાઈના બંને પત્નીઓ સાથે છે તો પણ કેવી રીતે મને મનોબળ પુરું પાડે છે. હું નસીબદાર છું.

ADVERTISEMENT

વેરાવળના ડો. અતુલ ચગ કેસમાં સાંસદ પરીમલ નથવાણીએ હર્ષ સંઘવીને કહ્યું…

બંને પત્નીઓએ શું કહ્યું…
સકુંતલાબેને આ અંગે કહ્યું કે, અમે બંને સાથે જ રહીએ છીએ. અમે કોઈપણ કામ હોય તો હળીમળીને સાથે વહેંચણી કરીને સાથે જીવીએ છીએ. વર્ષાબેને કહ્યું કે, સકુંતલાબેનને ખાસ રાજકીય ક્ષેત્રમાં હોઈ મિટિંગ હોય છે, તે મિટિંગનું સંભાળી લે છે અને હું બાળકોને સાચવું છું, સામાજિક પ્રસંગોમાં અમે બંને સાથે જ જઈએ છીએ. દૂર જવાનું હોય તો હું ઘરે રહું છું અને દૂરના પ્રસંગોમાં સકુંતલાબેન જઈ આવે છે. પતિ ચૈતરભાઈ અંગે વર્ષાબેને કહ્યું કે, લગ્ન પ્રસંગોમાં નજીક હોય તો અમે જઈએ છીએ, નજીકના દરેક પ્રસંગોમાં અમે સાથે જઈએ છીએ. અમારી વચ્ચે ઝઘડો નથી થતો, બોલવાનું મજાકમાં થાય પણ અમે એકબીજાને સમજી જઈએ છીએ એટલે ઝઘડો નથી થતો. સકુંતલાબેન કહે છે કે અમે બંને એકબીજાની બહેનો હોય, સગી બહેનો હોય તેવી રીતે રહીએ છીએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT