ગીર સોમનાથઃ સિંહો આગળ ચીકન લઈ જઈ ‘લાયન શૉ’ કરવો ભારે પડ્યો, જુઓ Video
ગીર સોમનાથઃ ગુજરાતમાં સિંહોની પજવણીના ઘણા વીડિયો સામે આવ્યા છે, ઘણા સામે કાર્યવાહીઓ પણ થઈ છે. છતાં સિંહોની પજવણી કરવા, તેમને હેરાન કરવા, તેમને પાળતુ…
ADVERTISEMENT
ગીર સોમનાથઃ ગુજરાતમાં સિંહોની પજવણીના ઘણા વીડિયો સામે આવ્યા છે, ઘણા સામે કાર્યવાહીઓ પણ થઈ છે. છતાં સિંહોની પજવણી કરવા, તેમને હેરાન કરવા, તેમને પાળતુ સમજીને ગેરકાયદે શો કરવામાં લોકોને બે ઘડી કાયદાનો ભય લાગતો નથી. આવી ઘણી ઘટનાઓ અગાઉ પણ બની હતી હાલમાં પણ બની છે અને આજે વધુ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ડાલા મથ્થાની આગળ ચીકનની લાલચ મુકીને લાયન શો કરવામાં આવ્યો હતો. આ લાયન શોના વીડિયો સામે આવ્યા પછી આ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી થઈ છે. આ શખ્સને લાયન શો કરવાનું એવું ભારે પડવાનું છે કે હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
શખ્સો 4 દિવસના રિમાન્ડ પર
ગીર ગઢડાના બાબરિયા રેન્જમાં વધુ એક વખત લાયન શો કરવાનો વીડિયો સામે આવ્યો છે. આ અગાઉ ખુરશીમાં બેસીને સિંહણને પોતાના હાથેથી જાણે ગાયને રોટલી ખવડાવતા હોય તે રીતે જીવીત મુર્ઘી સિંહણને ખવડાવવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. તે અગાઉનો વીડિયો પણ આપને અમે અહીં બતાવીશું. આ એ જ ગેંગનો માણસ હોવાનું સામે આવ્યું છે કે જે હાલમાં ચીકન લઈને ડાલા મથ્થાની સામે દોડી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને લાયન શો કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વન વિભાગે આ ઉપરાંત કોર્ટ પાસેથી તેમના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.
અગાઉનો વીડિયો…
ADVERTISEMENT
ADVERTISEMENT