મોડાસાઃ 4 દીપડાના ભયથી ખેડૂત પોતે પાંજરે પુરાયોઃ વનવિભાગ ક્યાં?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.અરવલ્લીઃ મોડાસા તાલુકાના ભાટકોટા ગામ નજીક આજુબાજુના વિસ્તારમાં ચાર દીપડા પાણી, ખોરાકની શોધમાં ભટકતા હોવાથી ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાટકોટા પંથકમાં દીપડાની દહેશતથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેતરમાં પાકનું રક્ષણ પણ થાય અને દીપડાથી જીવને જોખમ ન થાય તે માટે એક ખેડૂતે ખેતરમાં ખાટલા પર જ લોંખડનું પાંજરું બનાવી દીધું છે. જોકે દરેક ખેડૂત માટે લોંખડનું પાંજરૂ બનાવવું અઘરૂં કામ હોવાથી ખેડૂતોમાં જીવ બચાવવો કે પાક બચાવવો તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વનવિભાગ તંત્ર પાંજરા ગોઠવી જવાબદારીમાંથી છટકી રહ્યું હોવાનો લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.

સુરતમાં પતિ રાત્રે જોતો હતો અશ્લિલ વીડિયો પત્ની નારાજ થઈ તો તેને સળગાવી નાખી

ગ્રામજનોએ દીપડા સામે લાકડીઓથી દેકારો મચાવ્યો
ભાટકોટા ગામના મંદિર નજીકમાં આવેલા ખેતરમાં રાત્રી દરમિયાન ચાર દીપડાએ ધામા નાખ્યા હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે. એટલું જ નહીં તેમનું કહેવું છે કે મંદિરની આજુબાજુ ટહેલતા દીપડા ગામમાં પ્રવેશી મારણ કરે તેવા ભયના પગલે ગ્રામજનો લાકડીઓ લઇ મંદિર સામે સતત ત્રણ-ચાર કલાક ઊભા રહી દેકારો મચાવતા રહેતા હોય છે. જાણે દીપડા પરિવાર અને ગ્રામજનો વચ્ચે જંગ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ-ચાર કલાક પછી દીપડા મંદિર વિસ્તાર છોડી ડુંગરાળ જંગલમાં પરત ફરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ વહેલી સવારે પશુઓનું દૂધ કાઢતા અને બાળકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે.

ADVERTISEMENT

ભાટકોટા ખેડૂત ભરતભાઈ રાવે સુરક્ષા માટે લોંખડનું પાંજરું બનાવ્યું
ભાટકોટા ગામ સહીત આજુબાજુના પંથકના જંગલમાં દીપડા વસવાટ કરતા હોવાથી ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યા છે. ભરત રાવ નામના ખેડૂતે ખેતરમાં ઊભા પાકનું ભેલાણ અટકાવવા અને દીપડાના શિકારનો ભોગ બનાવની દહેશતના પગલે ખેતરમાં ખાટલા પર લોંખડનું પાંજરૂ બનાવી પાંજરામાં પુરાઈ રહી પાકનું રક્ષણ કરવા મજબુર બન્યા છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ વચ્ચે ભારત વિશે કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો શું કહ્યું

વન વિભાગની નિષ્ફળ કામગીરી
ભાટકોટા, રામેશ્વર કંપા, ગોખરવા, શામપુર સરડોઇ, લાલપુર સહીત 15 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં દીપડા પરિવારના આંટાફેરા અને ગઢડા, શામપુર ગામમાં પશુઓનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભય ફેલાયો છે. વનવિભાગ તંત્ર દીપડા દેખાય તે વિસ્તારમાં પાંજરૂ મૂકી સંતોષ માની રહ્યું છે પણ છેલ્લા એક મહિનાથી લોકો જીવ હાથમાં લઇ ફરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. દીપડાઓ માનવભક્ષી બની કોઈ માણસને શિકાર બનાવે તે પહેલા પાંજરા સહીત અન્ય ઉપકરણોની મદદ લઇ પાંજરે પુરવામાં આવેની લોકોની માગ પ્રબળ બની છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT