ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાના 24 કલાકમાં નવા પ્રમુખની વરણી
હેતાલી શાહ.ખેડાઃ ભાજપ દ્વારા આજે વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખે સ્વેચ્છાએ રાજીનામા આપ્યાની જાહેરાત કરાઈ હતી. અને બન્ને જિલ્લાના માળખાને વિખેરવામાં આવ્યું. ત્યારે ખેડા જિલ્લા…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ ભાજપ દ્વારા આજે વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખે સ્વેચ્છાએ રાજીનામા આપ્યાની જાહેરાત કરાઈ હતી. અને બન્ને જિલ્લાના માળખાને વિખેરવામાં આવ્યું. ત્યારે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદે અજય બ્રહ્મભટ્ટની વરણી કરવામા આવી છે. અજય બ્રહ્મભટ્ટ ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત હતા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન જિલ્લાની કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠકો પણ ભાજપના ફાળે આવી એની માટે અજય બ્રહ્મભટ્ટનો ફાળો રહેલો છે. અને જ્યારથી જિલ્લા ભાજપ પ્રમુખ પદે વિપુલ પટેલે અમૂલ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારથી જિલ્લા ભાજપ પ્રમુખ પદે અજય બ્રહ્મભટ્ટના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. અને આજે અજય બ્રહ્મભટ્ટને પ્રમુખ બનાવાતા જિલ્લાના તમામ ધારાસભ્ય, કાર્યકરો સહિત હોદેદારોએ તમને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છના રણમાં રણોત્સવનું સમાપનઃ આજે છેલ્લા દિવસે સફેદ રણમાં કરવી પડી સફાઈ
અજય બ્રહ્મભટે આજે કાર્યભાર સંભાળ્યો
ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજય બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી. 50 વર્ષીય અજય બ્રહ્મભટ્ટ કેમિકલ એન્જિનિયર છે. ઉલ્લેખનીય છે કે અજય બ્રહ્મભટ્ટ સંગઠનમાં છેક પાયાના સ્તરથી સક્રિય છે. તેઓ 22 વર્ષ નગરપાલિકા મેમબર રહી ચુક્યા છે. 2 ટર્મ નડિયાદ નગરપાલિકા કારોબારી ચેરમેન, 1 ટર્મ નડિયાદ શહેર મહામંત્રી, 1 ટર્મ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ, 1 ટર્મ જિલ્લા યુવા મોરચા મહામંત્રી, જિલ્લા મંત્રી તથા જિલ્લા મહામંત્રી તરીકે કામ કરવાનો અનુભવ ધરાવે છે. આજે બપોરે અજય બ્રહ્મભટ્ટે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો હતો.તે પ્રસંગે નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ , નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો, યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉમટી પડી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને હર્ષોલ્લાસ પૂર્વક શુભેચ્છા પાઠવી હતી.
મોડાસાઃ 4 દીપડાના ભયથી ખેડૂત પોતે પાંજરે પુરાયોઃ વનવિભાગ ક્યાં?
કેમ વિપુલ પટેલે કેમ રાજીનામુ આપ્યું
જિલ્લા ભાજપ પ્રમુખ પદે ચાર્જ સંભાળતા જ અજય બ્રહ્મભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જિલ્લા પ્રમુખ પદે વિપુલ પટેલએ રાજીનામુ આપ્યું કારણ કે તેઓ અમૂલના ચેરમેન, કેડીસીસી બેંકના ચેરમેન સહિત ઘણા મહત્વના હોદા ધરાવે છે. અને જવાબદારી વધતા તેઓએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ. અને પક્ષ દ્વારા આજે મને આ જવાબદારી સોંપી છે ત્યારે કાલથીજ આવનાર સ્થાનીક સ્વરાજની ચૂંટણી, તથા લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓના ભાગ રૂપે બેઠકોનો દોર શરૂ થશે.
ADVERTISEMENT
સુરતમાં પતિ રાત્રે જોતો હતો અશ્લિલ વીડિયો પત્ની નારાજ થઈ તો તેને સળગાવી નાખી
ભાજપે સહકારી ક્ષેત્ર પર પણ પ્રભુત્વ જમાવ્યું
મહત્વનુ છે કે, સહકારી ક્ષેત્ર પર ભાજપે પ્રભુત્વ હવે જમાવી દીધું છે. Amul હોય કે GCMMF હોય કે પછી સહકારી મંડળીઓ તમામ સહકારી ક્ષેત્રે ભાજપના મેન્ડેડ પર હોદ્દેદારો નીમાયા છે. અને હવે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના નવા સંગઠનની વરણી કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લામાં હજી પણ કયા પરિવર્તનો આવશે તે જોવું રસપ્રદ બની રહેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT