જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં હાથબ ગામે રહેતી યુવતીએ તાજેતરમાં જ લેવાનારી ક્લાર્કની પરીક્ષા રદ થતા ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ગંભીર હાલતે ભાવનગરની સર્ટી. હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. યુવતીની સ્થિતિ હાલ ગંભીર ગણાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર પેપર લીક અને પરીક્ષાઓ રદ્દ થવાથી લઈ જે પ્રમાણે તંત્ર કામ કરી રહ્યું છે તેના કારણે યુવતી ખુબ પરેશાન અને હતાશ થઈ ગઈ હતી. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય સુપ્રીમ કોર્ટની વિશ્વમાં આગવી ઓળખ છેઃ સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ સુંદરેશ મેનન

યુવતીની હાલત ગંભીર
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં જ લેવાનારી ક્લાર્કની પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓ ભારે રોષની લાગણી જોવા મળી હતી. ક્લાર્ક ની પરીક્ષા માટે તૈયારી કરનાર ઉમેદવારોમાં પણ હતાશાની લાગણી જન્મી હતી. તેવામાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાબા હેઠળ આવેલા હાથબ ખાતે રહેતી પાયલબેન કરસનભાઈ બારૈયા ઉંમર વર્ષ ૨૧ પણ આ પરીક્ષાની ઉમેદવારી નોંધાવી હતી અને ક્લાર્ક ની પરીક્ષા રદ થઈ જતા યુવતીને લાગી આવ્યું હતું. માનસિક રીતે હતાશ થયેલી યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ યુવતીની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT