સુરતઃ બાઈક પાછળ બેસેલા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે?
સુરતઃ શું આપણી ખાણી પીણી, નાસ્તા, લાઈફ સ્ટાઈલ, વ્યવહાર, ખાનપાનની ક્વોલિટિ, નિંદ્રા…. એવા તો શું કારણો હોઈ શકે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકની…
ADVERTISEMENT
સુરતઃ શું આપણી ખાણી પીણી, નાસ્તા, લાઈફ સ્ટાઈલ, વ્યવહાર, ખાનપાનની ક્વોલિટિ, નિંદ્રા…. એવા તો શું કારણો હોઈ શકે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે અને તેમાં પણ યુવાવસ્થામાં પણ. કે પછી અત્યાર સુધી આવી ઘટનાઓની નોંધ ન્હોતી લેવાતી? સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે ત્યારથી જ્યારથી છેલ્લા ઘણા સમયથી ક્યારેક રમતના મેદાનમાં તો ક્યારેક જીમમાં, ક્યારેક શાંતીથી બેઠા-બેઠા, તો ક્યારેક ચાલુ વાહને… લોકોના થઈ રહેલા હાર્ટ એટેકથી મોતને લઈને આરોગ્ય વિભાગે વિચારવું રહ્યું. હમણાં જ સુરતની પણ એક ઘટના સામે આવી છે જેમાં એક વેપારી વ્યક્તિ બાઈક પર પાછળ બેઠા હતા અને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે.
Patan: સળગતા ટ્રેલરમાંથી ન નીકળી શક્યો ચાલક, અકસ્માત પછી મળ્યું ભયાનક મોત
છાતીમાં દુખાવો થયો અને મળ્યું મોત
સુરતમાં ખટોદરા વિસ્તારમાં એક 42 વર્ષિય કાનસિંહ રાજપુત નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેઓ હમણાં જ રાજસ્થાનથી ત્રણેક દિવસ પહેલા સુરત આવ્યા હતા. તેઓ કાપડના વેપારી હોઈ સુરતમાંથી કાપડ લઈને વેચતા હતા. આ ઘટના વખતે કાનસિંહ બાઈક પર પાછળ બેઠા હતા. અચાનક તેમણે છાતીમાં દુખાવો થયો અને તેઓ બાદમાં ઢળી પડ્યા હતા. અચાનક તેમનું મોત થતા આ તરફ પોલીસે પણ તપાસને ધ્યાનમાં રાખી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને તેમના મૃત્યુ પાછળનું સાચુ કારણ જાણવા પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે દર થોડા દિવસોમાં આવી એક એક ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. હાલમાં જ એક બસ ચાલકને ચાલુ બસે તો એક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જે બંનેએ જોકે પોતાની સુજબુજથી વાહનો એક તરફ કરીને અન્યોની જીવન બચાવ્યા હતા પરંતુ તેમના જીવ બચ્યા ન હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT