વડોદરાના આ કોર્પોરેટરની જબ્બર દબંગાઈઃ VMCના કર્મચારીઓના પગ પાછા પડી ગયા- Video
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરામાં એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના ભાઈના ઢોર કેમ…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરામાં એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના ભાઈના ઢોર કેમ પકડ્યા તેમ જણાવી અણછાજતું વર્તન કર્યું હતું. આ કોર્પોરેટરનો ગાળો આપતો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં અહીં સુધી કે ઢોર પકડીને કાર્યવાહી કરી રહેલા કર્મચારીઓને પાછા પાડીને તેમની પાસેથી પકડાયેલા ઢોર પણ છોડાવી આપ્યા હતા.
અરે….રે… ગુજરાતમાં ફરી માવઠાની આગાહીઃ ખેડૂતોની પરેશાનીઓનો પાર નથી
નેતાઓ મળતિયાઓને છાવરે તો કામ કેમનું થાય?
સમગ્ર રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરના કારણે થતા અકસ્માતોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાલિકાઓને સૂચના આપી છે અને તેના ભાગરૂપે પાલિકા દ્વારા ઢોર પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. પંતુ નેતાઓ જ જો પોતાના મળતિયાઓના વહારે આવીને કોર્પોરેશનને કામ કરવા નહીં દે તો આખરે તેનું પરીણામ શૂન્ય બરાબર છે. કારણ કે આપણે ત્યાં દર ત્રીજો કોઈને કોઈ નેતા-અધિકારીનો કાંઈકનો કાંઈક ઓળખીતો નીકળે તેવી સ્થિતિ હોય છે. આવી સ્થિતિમાં કામ કરવું તો કેમ કરવું તે પ્રશ્ન પણ સતત કામ કરવા તૈયાર રહેતા કર્મચારીઓના મનમાં ઉદ્ભવતો હોય છે. અને નેતા-અધિકારીના કાંઈક સબંધમાં હોવું અને તેના કારણે કાર્યવાહીથી બચી જવું તે કેટલું વાજબી છે.
ADVERTISEMENT
‘આ મારો ભાઈ છે તમને ખબર નથી પડતી’
વડોદરા મનપાના ઢોર પકડનાર વિભાગના કર્મચારીઓ ગતરાતે ફતેગંજ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરવા ગયા હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે છાણી ગુરુદ્વારા સામે રસ્તામાં કેટલાક ઢોર અડિંગો જમાવીને બેઠા છે, જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને એક ગાય રસ્તે રઝળતી જોવા મળતા તેઓએ તેને ડબ્બામાં પુરી રહ્યા હતા. દરમિયાન ગાયનો માલિક ત્યાં આવી ચઢ્યો હતો અને કર્મચારીઓને ગાળો ભાંડી તેઓ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. તેવામાં આ ભરવાડના ભાઈ અને કોર્પોરેટર જહાં ભરવાડ ત્યાં આવી ચઢ્યા હતા અને કહ્યું કે, ‘આ મારો ભાઈ છે તમને ખબર નથી પડતી’ તેમ જણાવી કર્મચારીઓને ગાળો આપવા માંડી હતી. આ વીડિયો પણ વાયરલ થયો છે. એટલું જ નહીં માલધારીઓ પકડેલા પશુને છોડાવી ગયા હતા. જોકે આ અંગે કર્મચારીઓએ હુમલો કરનાર માલધારીઓ સામે ફરિયાદ નોંધાવતા માલધારીઓની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો, ગેંગને ધૂમ મૂવીમાં મળી હતી ઓફર
કોંગ્રેસના કોર્પોરેટરની દાદાગીરી#Vadodara ના ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રે વડોદરા મ્યુ.કોર્પોરેશનની ઢોર પાર્ટીના કર્મચારીઓને પશુપાલકો માર મારી ઢોર છોડાવી ગયા હતા. એટલું જ નહીં ત્યાં આવી ચડેલા કોંગ્રેસના કોર્પોરેટરે તો ઢોર પાર્ટીના કર્મચારીઓને ખુલ્લેઆમ ગાળો ભાંડી હતી. #GTVideo pic.twitter.com/tktf8wNSjJ
— Gujarat Tak (@GujaratTak) March 1, 2023
ADVERTISEMENT
ટાટા સાથે બિસ્લેરીની ડીલ અટકી, જાણો શું છે કારણ
વીડિયો વડોદરા શહેરનો છે અને ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ સાથે અણછાજતું વર્તન કરી રહેલા શખ્સ કોઈ સામાન્ય માણસ નહીં પરંતું વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર છે. જન પ્રતિનિધિ કહેવાય. રાજ્યના મોટા ભાગના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ઢોરને પકડવા ગયેલા કર્મચારીઓ સાથે મારામારી અને અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે અહિં સવાલ એ થાય છે કે કોર્પોરેટરની આવી ખુલ્લી દાદાગીરી કેમ ચલાવી લેવાય ?
ADVERTISEMENT
ADVERTISEMENT