વડોદરા નજીક રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 બાળકો સહિત 5 ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરા નજીક એક રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો જેમાં ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. અટલાદર પાદરા રોડ પર નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મૃતકોમાં ત્રણ બાળકો સમાવિષ્ટ છે. મૃતકો પૈકી બે બાળકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા.

પેપરલીકનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો: અમિત ચાવડાના સવાલમાં ગૃહ વિભાગે કહ્યું, અત્યાર સુધીમાં 121 લોકો સામે

અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત
મળતી વિગતો અનુસાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પાદરા તાલુકાના લોલા ગામના રહીશો રિક્ષા મારફતે ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પાદરા તરફથી પૂરપાટ વેગે આવતી એક કારના ચાલકે રિક્ષાને અડફેટમાં લીધી હતી કે પછી રિક્ષા વચ્ચે આવી ગઈ તે હજુ જાણી શકાયું નથી. આગામી પોલીસ તપાસમાં ખરેખર અકસ્માત કેવી રીતે બન્યો તે સામે આવશે. અકસ્માતના પગલે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે બે ના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. મૃતકોમાં પતિ પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસ. એસ.જી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પરિવારજનોમાં ગમગીની ફેલાઇ જવા પામી છે.

ADVERTISEMENT

ગુજરાતના આદિવાસી યુવાનની ‘માંઝી દ માઉંટન મેન’ જેવી કહાનીઃ ‘તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં’

મૃતકોના નામ
ઘટના સ્થળે મોત
અરવિંદ પૂનમ નાયક (ઉંવ. 28)
કાજલ અરવિંદ નાયક (ઉંવ. 25)
શિવાની અલ્પેશ નાયક (ઉંવ. 12)

હોસ્પિટલમાં બેના મોત
ગણેશ અરવિંદ નાયક (ઉંવ. 5)
દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉંવ. 6)

ADVERTISEMENT

ઇજાગ્રસ્ત એક બાળક સારવાર હેઠળ
આર્યન અરવિંદ નાયક (ઉંવ. 8)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT