ગોધરામાં શિવભક્તે કર્યા અનોખા લગ્નઃ ભોલેનાથની જેમ વરઘોડો પણ અઘોરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરા: સામાન્યતઃ શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ યોજાતો નથી. ગોધરાના એક શિવ ભક્ત એવા રિષભ પટેલે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે ભવ્ય આયોજન કરી પોતાની શિવ ભક્તિને અનોખી રીતે ઉજાગર કરી હતી. રિષભ વરઘોડામાં પણ શરીરે ભસ્મ લગાવી, હાથમાં ત્રિશૂળ અને શિવ વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ પોતાની જીવન સંગીની તેજલ બારોટ સાથેની લગ્નવિધિ પણ ગોધરાના પહેલા વર્ષો જૂના મંદિર અંકલેશ્વર મહાદેવ મંદિરમાં જ સંપન્ન કરી હતી.

ADANI ને Hindenburg મુદ્દે સુપ્રીમમાંથી મોટી રાહત, ફોર્બ્સનો રિપોર્ટ ઓન રેકોર્ડ નહી થાય

યુવકની જીવનશૈલી પણ જરા હટકે…
ગોધરા રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લીન છે. શિવરાત્રી પર્વ દરમિયાન રિષભ અને તેના સાથી મિત્રો પણ અચૂક ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ સુશોભન સાથે મંદિરમાં અલગ અલગ થીમ તૈયાર કરી દર્શનાર્થીઓને અનેરા દર્શનનો લ્હાવો પૂરો પાડવાનો પ્રયાસ કરતા રહેતા હોય છે. રિષભ પટેલ હિન્દુ સમાજને લગતી પ્રવૃત્તિઓમાં પણ ઘણો રસ ધરાવે છે. રિષભની જીવનશૈલી પણ અન્ય યુવકોની સરખામણીએ જરા હટકે જ રહી છે. રિષભ લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાં તિલક લગાવેલો કાયમ જોવા મળતો હોય છે. રિષભે પોતાની યુવતીની પસંદગી પણ પોતાની રીતે કરી હતી. જે પણ રિષભની શિવ ભક્તિમય માનસિકતા સાથે જોડાઈ ગઈ હતી અને તેના સાચા સાથી સ્વરૂપમાં સાથ આપવાનું નક્કી કર્યું હતું.

ADVERTISEMENT

વરઘોડો ગોધરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
ત્યારે રિષભ પણ તેના સ્વજનોને શિવરાત્રીના દિવસે પોતે લગ્ન કરવાનું જણાવી દીધા બાદ લગ્નનું આગોતરું આયોજન કર્યુ હતું. રિષભે લગ્ન પણ ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે જ કરવા માટે મંદિરને સુશોભન કરી સજાવી દીધા બાદ કર્યા હતા. શિવરાત્રીની સંધ્યાએ વાજતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના સથવારે રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં નીકળ્યો હતો. આ દરમિયાન રિષભ શિવ વેશભૂષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કરી વરઘોડામાં નીકળ્યો હતો. રિષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા જેથી રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. વરઘોડામાં પણ શિવભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હિન્દુ ધર્મના રીતિ રિવાજ અનુસાર કોણે સૌથી પહેલા લગ્ન કર્યા, કોણે બનાવ્યા છે આ બધા નિયમો, ધ્યાનમાં લઈને શાસ્ત્રોક વિધિ અનુસાર શુદ્ધ શ્લોકો સાથે રિષભ અને તેજલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. રિષભના લગ્ન રાતે જ પૂરા થયા હતા ત્યારે બંને નવ યુગલે આખી રાત દરમિયાન શિવની આરાધના કરવાનું નક્કી કર્યું હતું અને લગ્નની પ્રથમ રાત્રે જ આખી રાત લઘુ રુદ્ર યજ્ઞ બિરાજમાન થઈને સવારે આઠ વાગે ઊભા થયા હતા. આ લઘુરુદ્ર યોગ્ય છેલ્લા પાંચ દિવસથી તેઓના લગ્ન નિમિત્તે ગોધરા અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલુ જ હતો. નવયુગલે તેની સમાપ્તિ કરી હતી… આવા હતા ગોધરાના અનોખા શિવભક્તના લગ્ન…

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT