ચેતવણી રૂપ ઘટનાઃ સુરતમાં ઘરે કહ્યા વગર બાઈક લઈને નીકળ્યો કિશોર, અકસ્માતમાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ કિશોર વયના પોતાના સંતાનને માતા-પિતા વાહન ચલાવવા આપતા હોય તેવા માવતર માટે એક ચેતવણી રૂપ ઘટના બની છે. સુરતમાં ઘટેલા એક અકસ્માતમાં મૃત્યુ પામનાર કિશોર પોતાના માતા પિતાને કહ્યા વગર જ વાહન ચલાવીને ઘરેથી નીકળી ગયો હતો. જોકે રસ્તામાં અકસ્માત થતા કિશોર મૃત્યુ પામ્યો છે અને માતા-પિતાને હવે આંસુઓ સિવાય કોઈ સહારો રહ્યો નથી તેવી હાલત થઈ છે.

લ્યો બોલો તસ્કરોએ તો જજ સાહેબના ઘરને પણ ન મૂક્યું, આટલી મોટી ચોરી !!

માતા-પિતાને
ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તો છે પરંતુ પાલન કેટલું થાય છે તેની આપણને સહુને સારી એવી જાણકારી છે. ટ્રાફિકના નિયમો પૈકીના એક નિયમ પ્રમાણે લાયસન્સ ધારક યુવાન કે યુવતી જ તે પરવાનગી વાળું વાહન ચલાવી શકે પરંતુ આપણે જોઈએ છે કે ઘણા માતા પિતા બાળકને શાળાએ જવા કે ટ્યૂશન જવા માટે પણ દ્વીચક્રી વાહન કે કાર આપી દેતા હોય છે. અથવા કિશોરાવસ્થામાં જ બાળકને વાહન ચલાવવા કે શિખવાડી દેવાની લહાયમાં માતા-પિતા તેમના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દેતા હોય છે. કિશોરાવસ્થામાં ઝડપની મજા અને મોતની સજાની સામાન્ય સમજ નહીં ધરાવતા આ કિશોરો પાછળ માતા પિતાને પછી રડવા સિવાય કોઈ બીજો આરો રહેતો નથી.

અમદાવાદના’બાપનો બગીચો’ કેફેમાં ગુંડાઓ બંદૂક સાથે આવ્યાઃ CCTV, SUV ભટકાવી દરવાજો ખોલ્યો

હમણાં જ પિતાએ ખરીદ્યું હતું બાઈક
સુરતમાં મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના અંજારના વતની અને હાલ પુણા ગામમાં આવેલા ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષ હિરાભાઈ ટાંક એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. તેમને 15 વર્ષનો પુત્ર છે જેનું નામ યશ, તે નજીકમાં જ આવેલી નચિકેતા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. થોડા સમય પહેલા જ તે બાઈક ચલાવતા શીખ્યો અને બાઈકનો રાઉન્ડ લગાવવા રોજ જતો રહેતો હતો. તેમણે હમણા જ નજીકના વ્યક્તિ પાસેથી સેકન્ડ હેન્ડ બાઈક લીધું હતું.

ADVERTISEMENT

તુર્કીને પડતા પર પાટુ 7.8 બાદ 7.5ની તિવ્રતાનો ધરતીકંપ, 2000 થી વધારે મોત, ભારતીયો ટીમો રવાના

બસ સાથે ભટકાતા સ્થળ પર જ મોત
દરમિયાન ગત સાંજે જ્યારે મનીષભાઈ ઘરે કામ પરથી પાછા આવ્યા ત્યારે તેમને કોઈ જાણ કર્યા વગર જ યશ બાઈક લઈ લટાર મારવા નીકળી પડ્યો. દરમિયાન સીતાનગરથી રેશ્મા સર્કલ તરફ જવાના રસ્તા પર બાઈક લઈને જતો હતો ત્યારે લક્ઝરી બસ સાથે અકસ્માત થયો હતો. કમકમાટી ભર્યા અકસ્માતમાં તેનું ત્યાં જ મોત નીપજ્યું હતું. બનાવની જાણકારી મળતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પરિવારને જાણ કરી હતી. લક્ઝરી બસનો ચાલક બસ મુકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હવે સ્થળ પર વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે.

હિંડનબર્ગ રિપોર્ટ મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

પોલીસ ઘણી વખત કરે છે અવેરનેશ પ્રોગ્રામ્સ
ઉલ્લેખનીય છે કે, કિશોરાવસ્થામાં બાળકને વાહન ચલાવવા ના આપવા, હેલમેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત્તિ ફેલાવવા સ્થાનીક પોલીસ દ્વારા સતત કેમ્પ અને જાહેરાતો કરવામમાં આવતી હોય છે. ઘણી વખત તો શાળાઓમાં જઈને પણ પોલીસે બાળકોને સમજાવવાના પ્રયાસો કર્યા છે. છતા બનતી આવી ઘટના માત્ર માતા-પિતા માટે જ નહીં પણ સમાજના દરેક એવા વર્ગ માટે ચેતવણી રૂપ ઘટના છે કે જેઓ પોતાના બાળપ્રેમમાં કિશોરાવસ્થામાં આવેલા સંતાનોના હાથમાં વાહનની ચાવી પકડાવે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT