દૃશ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી પેટલાદની પરિણીતાની કહાનીઃ કબરમાંથી નીકળ્યું સત્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ પેટલાદના રાવલીમાં પરણીતાના મોત પર સવાલ ઉઠતા આજે પરિણીતાની લાશને કબરમાંથી કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવતા પરિણતાનુ મૃત્પુ કુદરતી રીતે નહીં પરંતુ ગળે ફાંસો ખાવાથી મોત થયા હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. પોલીસે હાલ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.

મહીસાગરમાં કોર્ટે 10 દિ’માં પોક્સોના ત્રીજીવાર કડક સજા ફટકારીઃ આજીવન કેદની સજા કરી

કબર કેમ ખોદી પોલીસે?
પેટલાદ તાલુકાના રાવલીમાં પરણીતાના મૃત્યુ બાદ તેની હત્યાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે મામલે મૃતકના ભાઈએ મહેળાવ પોલીસ મથકે અરજી કરી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા સોમવારે સવારે કબ્રસ્તાનમાં કબર ખોદી અને પરણીતાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પરણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે.

ભરૂચઃ ભાજપ અગ્રણી સહિત 11એ રાષ્ટ્રગીતનું અપમાન કરતો Video બનાવ્યો, કાર્યવાહી શરૂ

કબરમાંથી બહાર કાઢ્યા પછી લાશનું પોસ્ટમોર્ટમ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતી 21 વર્ષીય જાયેદાબાનુ ઉર્ફે નસીમ વારીસા દિવાનનુ ગત તારીખ 11 ફેબ્રુઆરીના રોજ મૃત્યુ થયું હતું. બાદમાં રાવલી ગામે જ આવેલા કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જોકે, બોરસદમાં રહેતા જાયેદાબાનું ઉર્ફે નસીમબાનુંના ભાઈ ગુલાબશા સલીમશા દીવાનને બહેનના મોત બાબતે શંકા ગઈ હતી. જેથી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ 12 ફેબ્રુઆરીના રોજ મહેળાવ પોલીસ મથકે અરજી કરી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે સવારે રાવલી ગામે કબ્રસ્તાનમાં દફન કરેલા જાયદાબાનુ ઉર્ફે નસીમના મૃતદેહને પેટલાદ મામલતદારની હાજરીમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેટલાદમાં પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ નસીમબાનુનું મૃત્યુ હેંગિંગ એટલે કે ગળે ફાંસો ખાવાથી થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, હાલમાં આ શંકાસ્પદ મોત મામલે મહેળાવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, માત્ર 21 વર્ષની પરણીતાએ લગ્નના અઢી વર્ષમાં જ કેમ મોત વ્હાલું કર્યું ? તેને લઈને અનેક ચર્ચાઓ છે. જોકે, હાલમાં આ મામલે મૃતક નસીમબાનુના પરિવાર દ્વારા દુષ્પ્રેરણ કે અન્ય કોઈ તકરારની વાત પોલીસ સમક્ષ કરવામાં આવી નથી.

ADVERTISEMENT

ઓક્શનમાં મંધાના સૌથી મોંઘી ખેલાડી, જાણો કઇ ટીમે કઇ ખેલાડીને ખરીદી

અઢી વર્ષમાં સંતાન ન થયું તો નિરાશ?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લગ્નના અઢી વર્ષ બાદ પણ નસીમબાનુને સંતાન ન હોવાથી તે નિરાશ હતી અને કદાચ તે જ કારણસર તેણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. જોકે, તેમ છતાં પોલીસ તમામ પરિબળોની તપાસ કરી રહી છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા ઉદેપુરમાં ફરીથી લગ્ન કરશે, 3 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

પરિવારોની હાજરીમાં થઈ દફનવિધિ
આ અંગે પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી.કે.દીયોરાએ ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બન્ને પરિવારની હાજરીમાં પરિણતાની ધાર્મિકવિધી મુજબ દફનવિધી કરવામાં આવી હતી. પરંતુ રાત્રી એકાદા પરીવારના સભ્યોને એવુ સૂઝયું કે આપણી શંકાનુ સમાધાન થાય એટલે અમને 11 તારીખનો બનાવ 12 તારીખે ઈન્ફોર્મ કર્યો. એટલે અમે તુરંત મામલતદારની મંજુરી માંગી , આજે મામલતદારની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે ડેડબોડી કાઢી. કરમસદ મેડીકલમાં 3 ડૉકટરની પેનલની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ક્લીયરકટ હેંગીંગ છે. હાલ સુધી કોઈ ત્રાસ આપવામાં આવતો હોય કે એને કોઈ ચીઠ્ઠી લખી હોય અને હજી સુધી કોઈ પ્રુફ નથી. હવે પરિવારજનોના નિવેદનના આધારે સાથે જ કોઈના દબાણવશ આત્મહત્યા કરી છે કે, પછી પોતે કંટાળી હોય તેની તપાસ કરવા પુરાવા લઈશું, અને તપાસ કરીશું.

ADVERTISEMENT

હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેખોફ, નગ્ન તલવાર સાથે ખુલ્લેઆમ સાથે ફરતા શખ્સે જુઓ શું કર્યું ?

ભાઈએ શંકા કેમ વ્યક્ત કરી?
મહત્વની બાબત એ છે કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાયદાબાનું ઉર્ફે નસીબની દફનવિધિમાં પિયર પક્ષ અને સાસરી પક્ષની હાજરી હતી. બંને પક્ષની સહમતિથી ધાર્મિક વિધિ મુજબ જ દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તો પછી મૃતક નસીમબાનુના ભાઈ દ્વારા પરિવાર સાથે વાત કર્યા બાદ આશંકા કેમ વ્યક્ત કરવામાં આવી ? જે તે સમયે જ કેમ પરિવાર દ્વારા મોત મામલે કોઈ સવાલ ઊભા કરવામાં નહોતા આવ્યા ? અને દફનવિધિના 24 કલાક બાદ કેમ શંકા વ્યક્ત કરી પોસ્ટમોર્ટમની વાત લાવવામાં આવી હતી. જોકે હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT