પ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ફાગણ સુદ તેરસ તૈયારીઃ જાણો આ પવિત્ર યાત્રા અંગે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ.ભાવનગર: જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાનાં સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આગામી તારીખ 5 ના રોજ વિધિવત જયજય આદિનાથ ભગવાનના જયઘોષ સાથે વહેલી સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો. આ છ ગાઉંની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રામાં જોડાય છે. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લહાવો છે.

Shraddha Kapoor આ અભિનેતાઓ સાથે ખુબ જ નજીક આવીને દુર થઇ ગઇ, અનેક વાર તુટ્યા છે દિલ

શું છે આ યાત્રાનો ભવ્ય ઈતિહાસ?
જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજયની છ ગાઉંની યાત્રાનો આજે શુક્રવારે વહેલી સવારે પાલીતાણા જય તળેટીથી જય જય આદીનાથનાં જયઘોષ સાથે આગામી 5 તારીખનાં રોજ ફાગણ સુદ તેરસનાં દિવસે પ્રારંભ કરવામાં આવે છે. ફાગણ સુદ તેરસનાં દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણનાં બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે તેરસના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં તેરસની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય આજે હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે,તેરસની આ છ ગાઉંની યાત્રા માં દેશભર ઉપરાંત વિદેશ માંથી એંશી થી નેવું હજાર લોકો શ્રાવક, શ્રાવિકાઓ સાધુભવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાય છે તેમજ સિદ્ધવડ ખાતે પાલ માં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આ યાત્રા કરે છે જેને લઈ પેઢી દ્વારા તમામ પ્રકાર ની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં કાચા પાણી થી લઈ 96 જેટલા પાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો ને ક્યાંય તકલીફ ન પડે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કેવી રીતે થાય છે આ યાત્રા?
છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે. ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે ત્યાં દેરીમાં આદીશ્વર ભગવાનના પગલાં છે ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ અજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે. શાંબ-પ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવનાં પુત્ર હતાં. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનના પગલા છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.

ADVERTISEMENT

વલસાડની રેતી મુંબઈમાં વેચતી દબંગ મહિલાએ લોકોને સી આર પાટીલના નામે ડરાવ્યા, છતાં…

યાત્રિકોની સુરક્ષાનું પણ રખાય છે ધ્યાન
પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ, કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે. જ્યાં ૯૬ પાલની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તેમજ ફ્રુટથી શરુ કરીને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે ૧૦૮ એમ્બ્યૂલન્સ વાન, ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે. પાલમાં ખોવાયેલા કે ગુમ થયેલા વ્યક્તિ માટે સતત એનાઉન્સમેન્ટ માટેની વ્યસ્થા પણ કરવામાં આવે છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT