ગુજરાતના આદિવાસી યુવાનની ‘માંઝી દ માઉંટન મેન’ જેવી કહાનીઃ ‘તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં’

ADVERTISEMENT

gujarattak
social share
google news

છોટા ઉદેપુરઃ બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીની ફિલ્મ માંઝી દ માઉંટન મેન આપે જરૂર જોઈ હશે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં એક ડાયલોગ છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. દ્રઢ સંકલ્પને વળગી રહીને કેવી રીતે મુશ્કેલ કામને પાર પાડવામાં આવે છે અને આખરે તે ફક્ત માંઝી માટે જ નહીં પણ ઘણા બીજા લોકોના જીવન માટે પણ કલ્યાણકારી સાબિત થાય છે. આવું જ કાંઈક કામ ગુજરાતના છોટા ઉદેપુરના નવસવાડી ખાતે રહેતા યુવાને કરી બતાવ્યું છે અને તેના દ્રઢ સંકલ્પ સાથેના આ કાર્યથી અન્ય લોકો માટે પણ કલ્યાણકારી અવસર ઊભો થયો છે. આ કહાની તે યુવાનની જ નહીં પણ એક દ્રઢ સંકલ્પથી શું મેળવી શકાય છે, નાસીપાસ થવા કરતાં દ્રઢ સંકલ્પ અને યોગ્ય દિશામાં કરવામાં આવેલી જીદની આ કહાની છે.

ગુજરાતના અમરેલીમાં ભૂકંપના ઝટકાઃ એક દિવસમાં ત્રણ આંચકાથી લોકોમાં ભય

પથ્થર તોડી પાણી કાઢવા પુરુષાર્થ
નસવાલી જિલ્લામાં એક નાનકડા કડૂલી-મહૂડી ગામમાં ખુશાલભાઈ નાનજીભાઈ રહે છે. ગામને સિંચાઈ માટે પાણી નથી મળીરહ્યું, આમ તો આપણે આઝાદ થયાને દયકાઓ વિત્યા, સરકારો બદલાઈ, ખેડૂતો અને વિકાસની ઘણી વાતો થઈ પણ આ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત રહી. પણ પારકી આશા સદા નિરાશા, જાત મહેનત જીંદાબાદ, આ સંકલ્પ સાથે ખુશાલભાઈએ જ્યારે લોકો પાણી માટે તરસવા લાગ્યા ત્યારે પથ્થર તોડીને પાણી કાઢવાનો પુરુષાર્થ શરૂ કર્યો. ખુશાલ ભાઈ અહીં પોતાના નાના પરિવાર સાથે જીવન ગુજારો કરે છે. પથરાળ વિસ્તાર છે, જેના કારણે અહીં પાણીની સમસ્યા બહુ મોટી છે. બીજી બાજુ આવક એટલી વધારે છે નહીં કે પાણી રોજ ખરીદી શકાય.

Gujarat Budget 2023: નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બીજી વખત બજેટ

બે નિષ્ફળતા પણ સંકલ્પ ડઘાયો નહીં
ગત બે મહિનાથી ખુશાલભાઈ પત્થર તોડવાનું આ કામ કરી રહ્યા છે. તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો છે. બસ આખો દિવસ આ એક જ કામ કરવાનું. જોકે આશ્ચર્યની વાત એ છે કે તેઓ અલગ અલગ બે જગ્યાઓ પર કુવો ખોદવાના પ્રયાસ કરી ચુક્યા છે પણ પાણી ન મળ્યું. જેના કારણે તેમનો સંકલ્પ ડગમગાવા લાગ્યો હોય તેવું જરા પણ બન્યું નહીં. તેમણે હવે 2 મહિનામાં 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો ખાડો ખોદીને સહુને ચોંકાવી દીધા છે. તેઓ પથ્થર તોડીને તેમાંથી પાણી કાઢવાનું કામ ચોમાસા સુધી ચાલુ રાખશે. તેમાં કોઈ શંકા નથી કે શૂન્યથી સર્જન કરવાની આ ગાથા આદિવાસી ખેડૂત અને તેના પરિવારના નામે હંમેશા રહેશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT