થયો એક અકસ્માત અને અંબાજી પોલીસ સ્ટેશનની બીલકુલ સામે જ દારુબંધીના ઉડી ગયા લીરેલીરા
અંબાજીઃ ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની તે પછી ઠેરઠેર પોલીસે દારુના અડ્ડાઓ પર તવાઈ બોલાવી હતી. પરંતુ નવું નવું નવ દહાડા… બસ આ કહેવતને સાર્થક કરતી…
ADVERTISEMENT
અંબાજીઃ ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની તે પછી ઠેરઠેર પોલીસે દારુના અડ્ડાઓ પર તવાઈ બોલાવી હતી. પરંતુ નવું નવું નવ દહાડા… બસ આ કહેવતને સાર્થક કરતી ગુજરાત પોલીસના નાક નીચે હવે ફરી દારુના ભઠ્ઠાઓ એક્ટિવ થઈ ચુક્યા છે અને તેનો જીવતો જાગતો બનાવ હાલ અંબાજીમાં બન્યો છે. અંબાજીમાં પોલીસ સ્ટેશનની બીલકુલ સામે જ બે બાઈક વચ્ચે અકસ્માત થયો છે અને તેમાં દારુબંધીના લીરેલીરા ઉડી ગયા છે.
ગુજરામાં દારૂબંધીનો લીરેલીલા ઉડાવતો વિડિયો સામે આવ્યો, અંબાજી પોલીસ સ્ટેશન સામે બાઈક પડતા દેશી દારૂની થેલીઓ રોડ પર પડી#GujaratPolice #GTVideo #Banaskantha pic.twitter.com/YQf9kfwBbY
— Gujarat Tak (@GujaratTak) January 31, 2023
દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાંથી અદાણી બહાર, અંબાણીનું કયું સ્થાન જાણો
પોલીસે કહ્યું અરજી આપી દો
અંબાજીમાં દારુબંધીનના લીરેલીરા ઉડાવી નાખતો એક વીડિયો સામે આવ્યો છે. અંબાજી પોલીસ સ્ટેશનની સામે જ બાઈક પડતા દેશી દારુની થેલીઓ જ્યાં ત્યાં વિખરાઈને રોડ પર પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. દેશી દારુની થેલીઓ ભરેલી એક બાઈકે અન્ય બાઈકને ટક્કર મારી હતી. જેમાં ઘાયલ બાઈક ચાલકે જણાવ્યું કે, તેઓ રોડની એક તરફ સાઈડમાંથી જતા હતા તો પણ આ બાઈક ચાલકે ટક્કર મારી દીધી છે. ઘાયલ બાઈક ચાલકને પોલીસે કહ્યું કે તમને અરજી લખાવી દો. અંબાજી પોલીસ સ્ટેશનની સામે સોમવારે રાત્રે આ ઘટના બની હતી. પોલીસે આ મામલામાં હાલ તો ફરિયાદ દાખલ કરી લીધી છે. જોકે જોવાનું અહીં એ રહે છે કે દારુના નેટવર્કને નાથવામાં અંબાજી પોલીસ કેટલી સફળ થાય છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT