તસ્કરોનો ખેડાના સોનીના બંધ મકાનમાં 30 કિલો ચાંદીનો હાથ ફેરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.સુરતઃ ખેડા જિલ્લામાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. એ પછી જજના ઘરે ચોરી હોય કે પછી સામાન્ય વ્યક્તિના ઘરે. પરંતુ આ ચોર પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આજે વધુ એક ચોરીની ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદમાં બની છે કે જ્યાં સોનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અને 15 લાખ રૂપિયાના ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ ગયા. હાલ આ મામલે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક, 15 દિવસમાં 477 લોકોને કરડતા મનપાએ પાંજરા મુક્યા

સાંકળાબજારના જ્વેલર્સના ઘરે ચોરી
મળતી માહિતી અનુસાર, મૂળ મહેમદાવાદના અને નડિયાદમાં સ્પર્શવીલા સોસાયટીમાં રહેતાં બિરેનભાઈ મહેશભાઈ સોની મહેમદાવાદમાં સાંકળા બજારમાં દુકાન ધરાવે છે. બિરેનભાઈ મહેમદાવાદના પારસકૂઈ વિસ્તારમાં જૈન દેરાસર પાસે મોરારી ભુવનમાં એક મકાન ધરાવે છે. આ મકાનમાં તેઓ દુકાનના વધારાના સોના-ચાંદીના દાગીના મુકી રાખતા હતા. જોકે આ મકાન મોટેભાગે બંધ રહેતું હોવાથી બિરેનભાઈએ દુકાનમાં મદદ કરતાં પોતાના ભત્રીજા પુરવ સોનીને આ મકાન વપરાશ માટે આપ્યું હતું. પુરવ સોની અને તેમની માતા દરરોજ રાત્રે આ મકાનમાં સુવા માટે જતા હતા. છેલ્લાં એકાદ અઠવાડિયાથી પુરવ સોનીના માતા બિમાર હોવાથી તેઓ બિરેનભાઈના મકાનમાં જતા ન હતા. જેથી આ મકાન બંધ હતું. દરમિયાન ગત મંગળવારના વહેલી સવારના સમયે બિરેનભાઈના બંધ મકાનમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો કબાટમાંથી 15 લાખ રૂપિયાની કિંમતના 30 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી, ફરાર થઈ ગયાં હતાં. આ મામલે બિરેનભાઈ સોનીની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT