જૂનાગઢનું બજેટઃ 17કરોડના ટેકસ વધારા સાથે પ્રજા પર બોજ, આપી મંજૂરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસની તકો વિકસાવવા નરસિંહ તળાવ રિનોવેશન 60 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવશે. શહેરના રમણીય સ્થળ વિલીંગ્ડન ડેમ 18 કરોડ અને વાઘેશ્વરી તળાવ પર 8 કરોડ ના ખર્ચે રીનોવેશન કરી પ્રવાસન સ્થળોનો વિકાસ કરાશે. જૂનાગઢ મહાનગરપાલિકાએ મંજૂર કરેલા બજેટમાં એક વાત નોંધનીય છે કે શહેરમાં વસતા સૈનિક, કે શહિદના પરિવારને એક ઘરના ટેક્સમાંથી 100% મુક્તિ મળશે.

ગુજરાતની ચૂંટણીમાં બંગાળીઓ પરના નિવેદન મામલે પરેશ રાવલને રાહત, HCએ કેસ ફગાવ્યો

દામોદર કુંડ પર ઈતિહાસ ગાથા, કરોડોનો ટેક્સ વધારો
જુનાગઢ કોર્પોરેશન દ્વારા 17 કરોડના ટેક્સ વધારાનો બોજો પ્રજા પર મુકવા સાથે બજેટને મંજુર કરી દેવામાં આવ્યું છે. અહીં બજેટમાં નરસિંહ તળાવ રિનોવેશન અને વિલીંડ્ન ડેમ તથા વાઘેશ્વરી તળાવ પર રિનોવેશનને સમાવવામાં આવ્યું છે. જોકે તે ઉપરાંત પવિત્ર દામોદર કુંડ પર ઇતિહાસની ગાથા અને નરસિંહ મહેતાના જીવનની કથા દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવશે જેથી પિતૃ તર્પણ વિધિ કરવા આવતા લોકોને આ ગાથા જોવા મળશે. શહેરની વચ્ચે આવેલા જોશિપુરા વિસ્તારમાં ભવનાથમાં મહાદેવના શિલ્પ સાથે સર્કલ ઊભુ કરવામાં આવશે. મહાનગરપાલિકા સંપૂર્ણ ડિજિટલ બનાવી પેપરલેસ કરવામાં આવશે.

ADVERTISEMENT

લોકોને સપના બતાવતું બજેટ
કચ્છ રણોત્સવની જેમ ગિરનાર મહોત્સવ શરૂ કરાશે,પદ્મશ્રી કવિ દાદની યાદમાં કવિ દાદ વાંચનાલય ઊભું કરાશે. સમગ્ર શહેરમાં આવેલ ઐતહાસિક ઇમારતોની મુલાકાત માટે હેરિટેજ વોક વે બનાવવો. શહેરની અંદર હરવા ફરવા સિટી બસની સુવિધા ઊભી કરવામાં આવશે. જેવા અવનવા સપનાઓની દુનિયા બતાવતું બજેટ જેમાં પ્રજા માટે પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો કોઈ જ ઉલ્લેખ નથી. રસ્તાઓ બિસ્માર, ટ્રાફિક સમસ્યા, મુખ્ય બજારોમાં શૌચાલયો જેવી મૂળભૂત સુવિધાઓનો કોઈ જ ઉલ્લેખ નથી.

જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે ક્યારે યોજાશે? પંચાયત સેવા મંડળના અધ્યક્ષ બનતા જ હસમુખ પટેલે કરી જાહેરાત

828 કરોડનનું કુલ બજેટ મંજુર
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા એ કહ્યું કે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા નું સને 2023/2024 નું બજેટ સ્થાયી સમિતિ દ્વારા ન્યૂનતમ કર વધારા – મહત્તમ સેવા વધારાના સૂત્ર સાથે રકમ રૂપિયા 828 કરોડનું મંજૂર કરવામાં આવેલ અને ધરખમ કર વધારાને ફગાવીને ન્યૂનતમ કરવધારા સામે મહત્તમ સેવાવધારા, નવીનતમ આયોજનો, વિકાસલક્ષી આયામો, અલગ અલગ સેવાઓમાં અપગ્રેડેશન, સુખ સુવિધારૂપ, ગરીબ મહિલા કલ્યાણ, યુવા આકર્ષણ, હેરિટેજ જાળવણીના નિર્ણયો, દિવ્યાંગો / સ્વતંત્રતા સેનાનીઓ / સરહદી જવાનોને ટેક્સમાંથી રાહતો, ગ્રીન એનર્જી, સોલાર ઉર્જાના ઉપયોગ સાથેનું બજેટ મંજૂર કરી જનરલબોર્ડ તરફ આખરી મંજૂરી અર્થે મોકલેલ છે, આ બજેટ શહેરીજનો માટે સુખ સુવિધારૂપ બની રહેશે તથા જાહેર જનતા માટે વિકાસલક્ષી પુરવાર થશે એવો મને વિશ્વાસ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT