પોરબંદરમાં અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરાએ બનાવેલી કન્યા ગુરુકુલ વિવાદમાંઃ વિદ્યાર્થિનીને સજાતિય સંબંધ બાંધવા માગનો આરોપ

saumya singh

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદરઃ પોરબંદરમાં જાણીતી આર્ય કન્યા ગુરુકુલ ફરી વિવાદમાં સપડાઈ છે. અહીં કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીના વાલી દ્વારા આરોપ લગાવાયો છે કે ગુરુકુલ હોસ્ટેલમાં સજાતીય પ્રવૃત્તી થાય છે. વિદ્યાર્થિનીને હોસ્ટેલના રૂમમાં ચીઠ્ઠી લખીને સંબંધ બાંધવાની માગ કરાઈ હોવાના આરોપ લગાવાયા છે. બનાવને પગલે ગુરુકુલ દ્વારા આ તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. સાથે જ પેરેન્ટ્સ મીટિંગમાં સાત લોકો દ્વારા અપશબ્દો બોલાયા હોવાનો પ્રિન્સિપાલે વળતો આરોપ લગાવ્યો છે.

હોસ્ટેલ રૂમમાં ચીઠ્ઠી
પોરબંદરમાં જાણીતી એવી આર્ય કન્યા ગુરુકુલ વિવાદો વચ્ચે ઘેરાઈ છે. બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરા દ્વારા બનાવવામાં આવેલી કન્યા ગુરુકુળ શાળા મહેતા પરિવાર દ્વારા સંચાલિત છે. આર્ય કન્યા ગુરુકુલ પર એક વિદ્યાર્થિનીના વાલી દ્વારા આરોપ લગાવાયા છે જેમાં તેમણે ગુરુકુલ હોસ્ટેલમાં સજાતિય પ્રવૃત્તિ ચાલતી હોવાનું કહ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીના વાલી દ્વારા એવો પણ આરોપ લગાવાયો છે કે વિદ્યાર્થિનીને હોસ્ટેલના રૂમમાં ચીઠ્ઠી લખીને સંબંધ બાંધવાની માગ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અનિલ દેશમુખ કેસમાં CBIને આંચકો: દેશમુખની રાહત અકબંધ!

ચીઠ્ઠી અને વિદ્યાર્થિનીના અક્ષર એક સરખા
આ આરોપો સામે આવતા જ સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં ગુરુકુલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસંતોષી લોકો દ્વારા સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે. કાલ્પનીક વાત છે આ આખી જે છોકરીએ પોતાની રીતે જ બનાવી નાખી છે. સાથે જ પ્રિન્સિપાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે પેરેન્ટ્સ મીટિંગમાં પાંચથી સાત લોકો દ્વારા ગાળાગાળી કરવામાં આવી હતી. આ આક્ષેપ કરનારી વિદ્યાર્થિનીને અગાઉ પણ શાળાઓ બદલાવી છે. તે વિદ્યાર્થિની અને ચીઠ્ઠીના અક્ષર મેચ થઈ રહ્યા છે.

(વીથ ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT