ગુજરાત સરકારની ઇમ્પેકટ ફી યોજનાને નબળો પ્રતિસાદઃ જામનગરમાં 3 મહિનામાં માત્ર 623 અરજી
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટેની રાજય સરકારની ઇમ્પેકટ ફી યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે, 3 મહિનામાં ફકત 623 અરજી થઇ…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટેની રાજય સરકારની ઇમ્પેકટ ફી યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે, 3 મહિનામાં ફકત 623 અરજી થઇ છે. જેમાંથી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ફકત 41 અરજી મંજૂર કરવામાં આવી છે.
જામનગરમાં ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટેની રાજય સરકારની ઇમ્પેકટ ફી યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે, કારણ કે 3 મહિનામાં ફકત 623 અરજી થઇ છે. જેમાંથી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ફકત 41 અરજી મંજૂર કરવામાં આવી છે.#Jamanagar #GTVideo pic.twitter.com/51L4iDi4ty
— Gujarat Tak (@GujaratTak) January 23, 2023
ADVERTISEMENT
AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક નવા અંદાજમાંઃ વરરાજાને આપ્યું ‘ભારતીય બંધારણ’નું પુસ્તક
બાકી અરજીના નિકાલની પ્રક્રિયા શરૂ
ગુજરાતની સાથે જામનગર શહેરમાં થયેલા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા સરકારે ઇમ્પેકટ ફી યોજના અમલી કરી છે. ગત તા.17-10-2022 થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત જામનગર મહાપાલિકાને 23-1-2023 એટલે કે 3 મહિનામાં ફકત 622 અરજી મળી છે. જેમાંથી ફકત 41 અરજી મનપાની ટીપીઓ શાખાએ અત્યાર સુધીમાં મંજૂર કરી છે. આ યોજનાની અંતિમ તા.16-2-2023 છે. જો કે, અરજી આવ્યા બાદ 6 મહિનામાં તેનો નિકાલ કરવાનો રહે છે. બાકીની અરજીના નિકાલની પ્રક્રિયા ચાલી રહી છે. મનપાની ટીપીઓ શાખાએ શહેરના દરેક વોર્ડમાં થયેલા અનઅધિકૃત બાંધકામો કે જેઓને નિયમ મુજબ 260(1) (2)ની નોટિસ આપી હોય તે આસામીઓ, પ્લાન વિરૂધ્ધ બાંધકામ કરનારા આસામીઓને પત્ર લખી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. તદઉપરાંત 42000 થી વધુ મેસેજ પણ કર્યા છે. છતાં આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે છતાં ઇમ્પેકટ ફી હેઠળ પૂરતા પ્રમાણમાં અરજીઓ આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT