અંબાલાલ પટેલે કહ્યું, માવઠું પડશે, હવામાન વિભાગ કહે છે- વરસાદના કોઈ એંધાણ નહીં, જાણો શું થયું

saumya singh

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ઠંડીનું જોર સતત જોવા મળી રહ્યું છે ત્યારે એક તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડી ઉપરાંત માવઠું પણ પડશે તેવી આશંકા છે. તો બીજી તરફ હવામાન વિભાગ તેનાથી સાવ અલગ જ વાત સાથે સામે આવ્યું છે કે ગુજારતમાં ઠંડીનો મારો વધશે અને પવન પણ ફૂંકાશે પણ વરસાદી માવઠું પડે તેવી કોઈ શક્યતાઓ નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં ઠંડીનો પારો સતત નીચે પડતો રહ્યો છે. લોકોએ હાલ હાડથીડ ઠંડી અનુભવી પણ છે. તેવામાં આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે જાણવાના પ્રયાસ દરમિયાન કેટલીક બાબતો જાણવા મળી રહી છે.

અંબાલાલે શું કહ્યું
પ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તો વહેલી સવારે પાણી બરફ થઈ જવાની ઘટનાઓ પણ જોવા મળી છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળો પૈકીના એક આબુમાં પણ લોકોની કાર કે ટેબલ પર બરફની ચાદર ઓઢાળી ગયું હોય તેવું જોવા મળ્યું હતું. માઈનસમાં ચાલી રહેલા આ સ્થળે પણ સતત ઠંડીનો પારો નીચે પડતો જોવાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે જાન્યુઆરીના અંત સમયની આ તારીખોમાં અંબાલાલે આગામી સમયમાં કાંતિલ ઠંડી રહેશે તેવું કહ્યું છે ખાસ કરીને 24, 25 અને 26 તારીખ સુધી તો ખરું, ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આ ઠંડીનો મારો વધુ પ્રબળ રહેશે. ઉપરાંત તેમણે કહ્યું કે કેટલાક સ્થળો પર 23થી 29 જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે.

ગુજરાતમાં પહેલીવાર પ્રિ-બોર્ડ એક્ઝામ થશે, પરીક્ષાનો ભય-ચિંતા દૂર કરવા નવતર પ્રયોગ

હવામાન વિભાગે શું કહ્યું
આ તરફ હવામાન વિભાગ કે જે વૈજ્ઞાનીક ઢબે હવામાનનો વરતારો લે છે અને તે પ્રમાણે આગાહી કરે છે, તે વિભાગનું કાંઈક જુદુ જ કહેવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગના કહ્યા પ્રમાણે ઠંડી પડશે પણ માવઠું નહીં પડે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી કહે છે કે, ગુજરાતમાં આવતીકાલથી સુસવાટા ભર્યો પવન ફુંકાશે તેના સાથે જ ઠંડી પણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો મારો વધારે રહેશે. ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે રાત્રીના સમયે રહેતા તાપમાનમાં કોઈ ફેરબદલ જોવા મળતું નથી પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં વરસાદ પડે તેવો કોઈ અંદાજ નથી. વરસાદની કોઈ આગાહી નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT