શિકાર આરોગતા સિંહની પાછળ દોડાવ્યું JCB, અમરેલીનો Video Viral થયા પછી કાર્યવાહી
અમરેલીઃ અમરેલીમાં સિંહોની માનવ વસ્તી સાથેની અવરજવર સતત જોવા મળતી હોય છે. તે વાત જાણે અહીં માનવ માટે પણ સામાન્ય છે અને સિંહો માટે પણ,…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં સિંહોની માનવ વસ્તી સાથેની અવરજવર સતત જોવા મળતી હોય છે. તે વાત જાણે અહીં માનવ માટે પણ સામાન્ય છે અને સિંહો માટે પણ, જોકે અહીં સિંહ જેવા હિંસક પ્રાણી પણ માણસ પર ક્યારેય હુમલો કર્યો હોય તેવું બનતું નથી પરંતુ માણસ હોવા છતાં આપણા પૈકીના ઘણા માનવતા પણ ભૂલીને સિંહોને પરેશાન કરી દેતા હોય છે. આવી જ એક ઘટના અમરેલીના જાફરાબાદ ખાતે બની હતી જ્યાં શિકાર આરોગી રહેલા સિંહ પાછળ જેસીબી દોડાવીને તેને કૂતરાની જેમ દોડાવ્યો હતો. તેનો આ શખ્સે વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થઈ જતા ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી તમામ ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
અમરેલીમાં સિંહોની પજવણી કરતા પકડાયેલા શખ્સો સાથે ફોરેસ્ટ વિભાગ, જેસીબી પણ કર્યું જપ્ત #Lion #ViralVideo #Gujarat pic.twitter.com/kXNkShpNv7
— Gujarat Tak (@GujaratTak) January 11, 2023
ADVERTISEMENT
‘રામાયણ નફરત ફેલાવનારો ગ્રંથ’ બિહારના શિક્ષણમંત્રીનો વાણીવિલાસ
કોર્ટે કર્યા જેલ ભેગા
અમરેલીના જાફરાબાદના લુંણાસાપુરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં વનરાજ સિંહની પજવણી થઈ રહી હતી. જેસીબી તેની પાછળ દોડાવીને ત્રણ ટીખળખોરોએ દિવસ દરમિયાન સિંહોની પજવણી કરી હતી. સિંહને મારણ પરથી દૂર ખસેડીને તેની પાછળ જેસીબી દોડાવ્યું હતું. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયલ થવા લાગ્યો હતો. જે જોઈ વન વિભાગ સતર્ક બની ગયું અને કડક કાર્યવાહી કરવા આ શખ્સોની શોધ શરૂ કરી હતી. આર ઓફઓ જાફરાબાદ જી એલ વાઘેલાએ કહ્યું કે, અમે આ ઘટના સામે આવ્યા પછી ત્રણ શખ્સો જેમના નામ છે મનોજ જોધાભાઈ વંશ (રહે સોમનાથ, વરસિંગપુર), શુભમ ભગેલુ પ્રજાપતિ (રહે. ઉત્તર પ્રદેશ) અને રાણા માનિક કાલીતા (રહે આસામ)ને ઝડપી પાડ્યા છે. ત્રણેયને પકડીને અમે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા છે.
(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT