અમરેલીના ખેડૂતની કરુણાતિકાઃ 250 મણ ઘઉં કર્યા, 4 મહિના મહેનત કરી ક્ષણોમાં GETCOના પાપે સળગી ગયો પાક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીના એક ખેડૂતની હાલત GETCOના પાપે ભારે દયનીય થઈ ગઈ છે. અમરેલીના આ ખેડૂતે 250થી 300 મણ ઘઉંનો પાક લીધો હતો. ચાર મહિનાથી સતત ખેતરમાં મહેનત કરતો ખેડૂત જ્યારે 250-300 મણ ઘઉંના પાકને જોઈ હરખાતો હતો ત્યાં આજે GETCOના પાપે વીજ લાઈનમાં ધડાકો થતા ઘઉંનો બધો જ પાક બળીને ખાખ થઈ ગયો હતો.

શુક્ર ગોચર 2023: આ દિવસે શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે, 5 રાશિઓ પર થશે ધનનો

કુદરત નહીં પણ માણસે લાવી દીધા ખેડૂતની આંખમાં આંસુ
સાવરકુંડલાના આંબરડી ખાતે રહેતા ભરતભાઈ બાવચંદભાઈ કવાળાએ આ વર્ષે પોતાના ખેતરમાં ઘઉંનો પાક લીધો હતો. તેઓ છેલ્લા ચાર મહિનાથી આ પાક માટે મહેનત કરી રહ્યા હતા, રાત દિવસ મહેનત કરી રહ્યા હતા. જોકે કોને ખબર હતી કે કુદરત નહીં પણ માણસ જ આ ખેડૂતના આંખોમાં આસુ લાવવાનું કારણ બનાવાનો હતો. તેમણે આંબડી 66 કેવી ફીડરમાં શોર્ટ સર્કિટ થતા કાપણી થઈને તૈયાર થયેલા ઘઉંનો પાક ગુમાવ્યો છે.

વર્ષ 2022માં રામનવમીએ ખંભાતમાં થયેલા કોમી રમખાણના 10 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

લોકોએ ઘઉં બચાવવા ઘણી મહેનત કરી પણ…
ખેડૂતે તૈયાર કરેલા 250 મણ ઘઉં સળગી ઉઠ્યા હતા. શુક્રવારે બનેલી આ ઘટનામાં ખેડૂતને 4 મહિનાની પરસેવાની મહેનત આગમાં ખાખ થઈ ગઈ હતી. ખેડૂતના ઘઉં જ્યારે સળગી રહ્યા હતા ત્યારે ઘણા લોકો ખેડૂતને આગ કાબુ કરવા માટે મહેનત કરાવવા તેમની મદદે આવ્યા હતા જોકે તેમની મહેનત બધી નઠારી નીવડી હતી. આખરે સમસ્ત પાક ખાખ થઈ ગયો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT