AAP MLA ચૈતર વસાવાની 2024 માટે રણનીતિ તૈયારઃ જાણો કયા મુદ્દાઓ પર કરશે કામગીરી
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આગામી સમયમાં લોકોને પાર્ટી તરફ કેવી રીતે આકર્ષીત કરી શકાય અને તેમની મૂળ…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરામાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આગામી સમયમાં લોકોને પાર્ટી તરફ કેવી રીતે આકર્ષીત કરી શકાય અને તેમની મૂળ કઈ સમસ્યાઓ તેમના ધ્યાને આવી છે કે જેના પર કામ કરવાથી લોકોનો વધુ પ્રેમ મળી શકે. ખાસ કરીને તેમના માટે આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકાની ચૂંટણી ઉપરાંત 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શું કહ્યું હતું જુઓ આ વીડિયો…
આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી તેમજ 2024 માં લોકસભાની ચૂંટણીઓને લઈને નવી રણનીતિ તૈયાર કરવા અંગે @AAPGujarat ના નેતા અને ધારાસભ્ય @Chaitar_Vasava એ શું કહ્યું?#Video #Gujarat #GujaratTak pic.twitter.com/MNct0o2xFl
— Gujarat Tak (@GujaratTak) February 8, 2023
આ છે ખાસ પ્લાનીંગ
ગોધરાના સર્કિટ હાઉસ ખાતે આવેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 41 લાખ જેટલા મત મળ્યા હતા. સાથે પંચમહાલ જિલ્લામાંથી એવરેજ 25% જેટલા મત મળ્યા છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાખેલી બેઠકમાં તેઓએ આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી તેમજ 2024 માં લોકસભાની ચૂંટણીઓને લઈને નવી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે, પંચમહાલ જિલ્લામાં ઘણી બધી યોજનાઓ ચાલે છે પરંતુ તેનો લાભ આમ પ્રજાને મળતો નથી. મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની અમારા જોડે રજૂઆત આવેલી છે. દરેક યોજનાઓ માત્ર કાગળ ઉપર ચાલે છે અને અધિકારીઓને એજન્ટ તથા એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે ત્યારે આ મુદ્દાઓ અમે વિધાનસભામાં મૂકવાના છે. જે પણ યોજનાઓમાં આવી રીતે બેદરકારી અને ભ્રષ્ટાચાર થયેલી છે તેને ખુલ્લા પાડવામાં આવશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT