દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા અનોખી પહેલઃ Video
દર્શન ઠકકર.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ ઉજવવા જતા પદયાત્રીઓ માટે તંત્ર અને સંસ્થા દ્વારા ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. અકસ્માતોથી પદયાત્રીઓને બચાવી શકાય…
ADVERTISEMENT
દર્શન ઠકકર.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ ઉજવવા જતા પદયાત્રીઓ માટે તંત્ર અને સંસ્થા દ્વારા ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. અકસ્માતોથી પદયાત્રીઓને બચાવી શકાય અને તેમના જીવનું જોખમ ઘટાડી તેમને અને તેમના પરિવારને નિશ્ચિંત કરવાના પ્રયાસ રૂપે રેડિયમ જેકેટ અને પટ્ટીઓ લગાવવામાં આવી છે. જામનગર આરટીઓ, જિલ્લા ટ્રાફિક શાખા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી કલબ ઓફ ઈમેજિકાના સહયોગથી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, જામનગરના ખેડૂતને 166 કિલો ડુંગળીના મળ્યા ફક્ત 10 રૂપિયા
દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ ઉજવવા જતા પદયાત્રીઓ માટે તંત્ર અને સંસ્થા દ્વારા ખાસ સુવિધાઃ અકસ્માતોથી પદયાત્રોને બચાવી શકાય અને તેમના જીવનું જોખમ ઘટાડી તેમને અને તેમના પરિવારને નિશ્ચિંત કરવાના પ્રયાસ રૂપે રેડિયમ જેકેટ અને પટ્ટીઓ લગાવવામાં આવી.#Gujarat #Accident #RoadSafety pic.twitter.com/0B7NIDT2ig
— Gujarat Tak (@GujaratTak) March 1, 2023
રાજધાની તરફ જઇ રહેલા સરપંચોને પોલીસે મારી મારીને પાડી દીધા, બોર્ડર પર જ ધરણા
ADVERTISEMENT
પદયાત્રીઓને આપવામાં આવ્યું જરૂરી માર્ગદર્શન
દેવભૂમિ દ્વારકા ખાતે 8મી માર્ચના ફુલડોલ ઉત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની હદમાં પહોંચતા રોટરી કલબ ઓફ ઈમેજિકાના સહયોગથી આરટીઓ જામનગર, જિલ્લા ટ્રાફિક શાખા તથા જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રેડિયમ રિફલેકટર લગાડવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દ્વારકા જતાં પદયાત્રીઓને રેડિયમ જેકેટ અને રેડિયમ સ્ટ્રીપ લગાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓ જે.જે.ચુડાસમા, પીઆઈ એમ.બી.ગજ્જર તથા ટ્રાફિક પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે પદયાત્રીઓને જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. રેડિયમ જેકેટ પહેરાવવાનો ઉદેશ પદયાત્રા સમયે માર્ગ પરથી પસાર થતાં વાહનોને દૂરથી જ દેખાય અને અકસ્માતમાં પદયાત્રીકોનો ભોગ ન લેવાય તે માટેનો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રીઓને અકસ્માત ટાળવા માટે જરૂરી સૂચનો અને ચાલવા બાબતે માર્ગદર્શન પણ આપ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT