ડીસાની કેસર ક્રેડિટ કો.ઓ. સોસાયટીનું ઉઠમણું: લોકોના કરોડો નાણા ડૂબતા આફત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠા ના વહેપારી મથક ડીસાના જલારામ મંદિર વિસ્તારમાં આવેલી કેસર કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું થતાં ગ્રાહકોના આશરે બે થી ત્રણ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે. જ્યારે દૈનિક બચત કરતા અનેક નાના વેપારીઓ તેમજ ગૃહિણીઓને રોવાનો વારો આવ્યો છે. જિલ્લામાં અગાઉ પણ આ જ રીતે અનેક ક્રેડિટ સોસાયટીઓનું ઉઠમણું થયું છે.

– દૈનિક બચત યોજના રિકરીંગ સ્કીમના નામે અનેક નાના વેપારીઓ પાસેથી નાણા ઉઘરાવ્યા
– અંદાજીત ત્રણ કરોડથી વધુ ડૂબ્યા
– મોટાભાગના નાના વેપારી અને મજૂરોના નાણાં

શું કહે છે ગ્રાહકો
ડીસામાં જલારામ મંદિર વિસ્તારમાં નવા બસ સ્ટેશનની સામે હેડ ઓફિસ ધરાવતી અને હાલ હવાઈ પિલર સામે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં શિફ્ટ થયેલી કેસર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. જેમાં લોકોના ત્રણેક કરોડથી વધુ રૂપિયા સલવાયા છે. આ અંગે સોસાયટીમાં નાણાંનું રોકાણ કરનારા ગ્રાહક મનીષ લોધા, અર્જુન બોહરા અને હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય જગ્યાઓએ ક્રેડીટ સોસાયટીની શાખાઓ આવેલી છે. જેના ચેરમેન તરીકે વિજય નરોત્તમભાઈ ત્રિવેદી, વાઇસ ચેરમેન તરીકે વિનોદ ચંપકલાલ દવે અને મેનેજર તરીકે દિલીપ નરોત્તમભાઈ ત્રિવેદી વહીવટ કરતા હતા. અનેક ગ્રાહકો આ કેસર ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા છે. કેસર ક્રેડિટ સોસાયટી ડીસા સહિત અન્ય વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પાસેથી દૈનિક બચત એટલે કે રિકરીંગ સ્વરૂપે નાણા એકત્રિત કરતી હતી જ્યારે લોકો પાસેથી ફિક્સ ડિપોઝિટ પણ ઊંચું વ્યાજ આપવાનું જણાવીને મુકાવતી હતી. આમ અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણીના પૈસા મૂક્યા છે. જ્યારે પાકતી મુદતે નાણાં લેવા ગયા ત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી અને હવે સંચાલકો તેમજ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. કેસર ક્રેડીટ સોસાયટીનું મેનેજમેન્ટ દ્વારા સગા વ્હાલાઓને લોન આપી દીધી હોવાનો આક્ષેપ રોકાણકારો કરી રહ્યા છે. લોકોના જે પૈસા હતા તેમાંથી લોન આપી અને આ લોન રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા છે.

ADVERTISEMENT

‘ક્યા ગુંડા બનેગા…’વાસદમાં બુટલેગરે દારુના માલ કરતા વધારે ગુમાવવાનું થયું, 13 લાખના માલમાં 13 લાખ

ગ્રાહકોના પાકતી મુદતે આપેલા ચેક રિટર્ન થયા
ડીસામાં કેસર ક્રોપરેટીવ ક્રેડિટ સોસાયટીએ લોકો પાસેથી દૈનિક બચત તેમજ ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે નાણા ઉઘરાવ્યા હતા. જેમાં અનેક ગ્રાહકોને પાકતી મુદતના ચેક આપ્યા હતા પરંતુ ગ્રાહકોએ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા છે. ડીસાના સુરેશભાઈ મણીલાલ નાઈ એ જણાવ્યું હતું કે, મને એક મહિના અગાઉ આપેલો ચેક રિટર્ન થયો છે. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે.

ભરૂચઃ પાનોલી GIDCની કંપનીમાં આગ લાગતા બે ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ

ડીસામાં નાના બચતકારોની રકમ, ઉઘરાવી, ઉઠમણું કરતી આ પાંચમી મંડળી
ડીસા સરદાર અને ખેતેશ્વર બાદ અર્બુદા, આદર્શ અને હવે કેસર ક્રેડીટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. બનાસકાંઠાના લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. મોટાભાગે કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતી આવી લેભાગુ કંપનીઓ પર પણ વિશ્વાસ કરતા હોય છે અને પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે. ત્યારે હવે પોતાની પરસેવાની કમાણી ગુમાવનાર અનેક શ્રમજીવી અને નાના વેપારીઓ અને લારી, ગલા અને રેકડી ચલાવતા લોકોની પરસેવાની દૈનિક બચત આ મંડળી સંચાલકોના ગેર વહીવટથી ડૂબતા તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT