બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રમાંથી મહિલા પોતાની 3 વર્ષની બાળકીને લઈ રફુચક્કર, ગંભીર બેદરકારી
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં અનેક વખત સુરક્ષિતતા માટે રખાયેલી મહિલાઓ ગુમ થયાના અથવા ભાગી છૂટયા ના કિસ્સા નોંધાયા છે. ત્યારે…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં અનેક વખત સુરક્ષિતતા માટે રખાયેલી મહિલાઓ ગુમ થયાના અથવા ભાગી છૂટયા ના કિસ્સા નોંધાયા છે. ત્યારે વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં રખાયેલી એક મહિલા તેની ત્રણ વર્ષની બાળકી સાથે અહીંથી ભાગી છૂટી છે. જે બાદ આ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહિલાને શોધવા કવાયત કરાઈ છે.
સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર-આઈસર વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિના મોત
મહિલાને જાણીજોઈને ભગાડાઈઃ આક્ષેપ
બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર ખાતે નારી સંરક્ષણ કેન્દ્ર આવેલું છે. અહીંયા કોર્ટ તેમજ અન્ય વહીવટી તંત્ર દ્વારા થયેલા આદેશો બાદ મહિલાઓને સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારે અહીં સરહદી પંથકની એક મહિલાને આશરો આપવામાં આવ્યો હતો. જોકે શનિવારની રાત્રે આ મહિલા નારી સંરક્ષણ કેન્દ્રમાંથી ભાગી છુટી હતી. આ મહિલા તેની ત્રણ વર્ષની બાળકી લઈ ભાગી ગઇ હતી. આ બાબતે નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સુઈગામ તેમજ પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી છે. જોકે આ મામલે પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલાને જાણીજોઈને નારી સંરક્ષણ કેન્દ્રમાંથી ભગાડવામાં આવી છે. આમ આ મામલો હવે ચકચારી બન્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી જ નહીં, ‘ચમત્કાર’ના છે ઘણા કિસ્સા, જ્યારે ચંદ્રાસ્વામીએ બ્રિટનના ભાવી PMને પહેરાવ્યું હતું તાવીજ
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર સુપ્રિન્ટેન્ડન્ટનો ખુલાસો
અમારા નારી સંરક્ષણ કેન્દ્રમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી. જેથી તમામ આશ્રિતોને પરિસરમાં રાખી હતી. તે દરમિયાન અચાનક જ વરસાદ આવતા,અહીં રહેતી મહિલાઓ કપડાં લેવા દોડધામ કરતી હતી. અને આ અપરાતફરીનો લાભ લઈ આ મહિલા તેની બાળકી સાથે નાસી છૂટી છે. હું મારા કાકાનું મૃત્યુ થયેલું હોઇ રજા ઉપર હતી. બધાને રૂમમાં લઈ ગયા પછી મને આ ઘટનાની જાણ થઈ છે અને અમોએ આ મામલે પોલીસને જાણવા જોગ ફરિયાદ કરી છે: આશાબેન પટેલ (નારી સંરક્ષણ કેન્દ્ર સુપ્રિન્ટેન્ડન્ટ)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT