ભારત જોડો યાત્રાનું મીની વર્ઝનઃ ગુજરાત કોંગ્રેસે સરદાર પટેલના જન્મસ્થળથી શરૂ કરી ‘હાથ સે હાથ જોડો યાત્રા’
હેતાલી શાહ.નડિયાદઃ જે ગુજરાતમાં ચૂંટણીના કારણે રાહુલ ગાંધીની નફરત છોડો ભારત જોડો યાત્રા ન્હોતી પહોંચી શકી, ત્યાં ગુજરાત કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રા શરૂ…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ જે ગુજરાતમાં ચૂંટણીના કારણે રાહુલ ગાંધીની નફરત છોડો ભારત જોડો યાત્રા ન્હોતી પહોંચી શકી, ત્યાં ગુજરાત કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરી છે. ત્યારે આજે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. મધ્ય ગુજરાતના નડિયાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળથી કોંગ્રેસની હાથ સે હાથ જોડો નફરત છોડોનો નારો લઈને પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ પદયાત્રામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકારને અને ભાજપને આડે હાથ લેતા જણાવ્યું કે,” ભાજપ સરકાર દબાવવાવાળી, ડરાવવાવાળી, લોકોને ધાકધમકી આપી, એના પ્રશ્નો રજૂ ન કરવા દેતી અને પેપર ફૂટે તો નવજવાનોને ઉપવાસ પર પણ બેસવાની પરમિશન ન આપતી સરકાર છે.
SBIમાં ગુજરાતના દાહોદમાં ખેડૂતોના નામે લેવાઈ ગઈ બારોબાર લોન, મસમોટું કૃષિ લોન કૌભાંડ
ગુજરાત કોંગ્રેસને ફરી બેઠી કરવા લોકસંપર્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને એનુ પરીણામ કોંગ્રેસ માટે ખૂબજ નિરાશાજનક આવ્યુ. આંગળીના વેઢે ગણી શકાય એવી બેઠકો જ કોંગ્રેસે જીતી છે. ને એમાય વાત કરીએ ખેડા આણંદ જીલ્લાની તો ખેડામાં તો કોંગ્રેસે 6 બેઠકમાથી જે 3 બેઠકો પર પોતાનો દબદબો હતો એ પણ ગુમાવ્યો છે. વિધાનસભાની ચૂંટણી સમયે જ રાહુલ ગાંધી ધ્વારા ભારત જોડો યાત્રા યોજાઈ રહી હતી. પરંતુ ગુજરાતમા ઈલેકશન હોવા છતા આ યાત્રા ગુજરાતમા પ્રવેશી પણ નહોતી. જેને લઈને કોંગ્રેસની રણનીતી સામે અનેકો સવાલ ઉભા થયા હતા. ત્યારે હવે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકસભા 2024 ની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસને ફરીથી બેઠી કરવા તથા જન જન સુધી કોંગ્રેસની વિચારધારા ને ફરીથી જીવંત કરવા માટે કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે. આજથી આ યાત્રાનો ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સરદાર પટેલના જન્મ સ્થળથી પ્રારંભ થઈ ગયો છે. આ યાત્રા ગુજરાતના અલગ અલગ ઝોનમાં નીકળશે અને જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આજે શરૂ થયેલી કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ્થાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રાની શરૂઆત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિત જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ યાત્રા પાંચ ઝોનમાં યોજાઈ રહી છે.
તોડબાજ પોલીસઃ સુરતના કાપડના વેપારીનો 42 લાખનો તોડ! જ્વેલરી ખરીદવામાં ભેરવાયા
આંદોલન કરવાની પરમિશન નથી આપતી સરકારઃ જગદીશ ઠાકોર
જેમાં મધ્ય ગુજરાતમાં આજથી આ યાત્રાનો પ્રારંભ થતાં આ યાત્રામાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ નફરત છોડો ભારત જોડે યાત્રા કાઢી, 4000 કરતાં વધારે કિલોમીટર પગે ચાલ્યા, આખા કોંગ્રેસનું નેતૃત્વ એ પદયાત્રા કરી સાથે સાથે જે રાજ્યમાં પદયાત્રા નથી આવતી ત્યાં સમગ્ર દેશમાં “હાથ સે હાથ જોડો”, “નફરત છોડો”નો નારો લઈને ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રાની શરૂઆત કરી છે. આ કાર્યક્રમો લોકજાગૃતિના છે. ભારતીય જનતા પાર્ટીની દેશમાં અને રાજ્યમાં સરકાર દબાવવાવાળી છે. ડરાવવાવાળી છે, લોકોને ધાક ધમકી આપીને એના પ્રશ્નો રજૂ નથી કરવા દેતી, પેપર ફૂટે છે નવજવાનોને ક્યાંય ઉપવાસ પર બેસવાની પરમિશન નથી આપતા. મોંઘવારી છે છતાંય મોંઘવારીના આંદોલન કરવા માટે પણ પરમિશન નથી આપતા, અને જે કંઈ પ્રશ્નો ખેડૂતોના છે, આરોગ્યના છે, શિક્ષણના છે, આ બધા મુદ્દે લોકશાહીમાં લોકોને સરકારની સામે આંદોલન કરવાનો હક હોવો જોઈએ, એ આંદોલન કરવાની પરમિશન નથી આપતી. એટલે કોંગ્રેસ આ મહત્વના ગુજરાતમાં મુદ્દાઓ લઈને ગામે ગામ હાથ સે હાથ જોડોની પદયાત્રા કરીને લોકજાગૃતિ કરીને પ્રજાના જે બંધારણીય અધિકારો આપ્યા છે, “ડરો મત, લડો” આ નારો લઈને કોંગ્રેસ “હાથ સે હાથ જોડો” યાત્રા લઈને નીકળી છે.”
ADVERTISEMENT
Breaking: તુર્કી ભૂકંપમાં એક ભારતીયએ પણ ગુમાવ્યો જીવ, હોટલના કાટમાળ નીચે મળી લાશ
કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં ઘણું ગુમાવ્યું
મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જે કોંગ્રેસની સિક્યોર બેઠક હતી, તે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુમાવી છે. ખાસ કરીને વાત કરીએ તો મહુધા અને બોરસદ આ બંને બેઠક પર કોંગ્રેસ ખૂબ જ મોટા માર્જીનથી પરાજિત થઈ છે. અને આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કોંગ્રેસની સાત બેઠકમાંથી પાંચ બેઠક હતી. જે આ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં બે બેઠક પર જ સીમિત રહી છે. તો ખેડા જિલ્લામાં 6 બેઠકમાંથી જે ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હતી તે પણ કોંગ્રેસે ગુમાવી પડી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વણસી છે, એવામા આવનાર લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ લોકો સુધી પહોંચી પુનઃ કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ખેડા અને આણંદ બંને લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ બંને બેઠકો પર કોંગ્રેસ કેટલું સારું પ્રદર્શન કરી શકે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT