Breaking: અમરેલીમાં માવઠુ શરુ, વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ બંને આગાહીઓને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે. હવામાને કારણે અહીં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. ધારીમાં સરસીયા ગામે વરસાદના છાંટા પડ્યા હતા. ઉપરાંત ધારીના સુખપુર અને કાંગસામાં તથા ગોવિંદપુર સહિતના ઘણા ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા.

સાવરકુંડલામાં વરસાદી ઝાપટું
ધારી પંઠકમાં કેટલાક ગ્રામ્ય વિસ્તોરમાં છાંટા પડતા કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંછકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ચણા, ઘઉં અને ધાણા પણ તૈયાર થઈ ચુક્યા છે ત્યારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે નુકસાનની ભૂતિ સેવાઈ રહી છે. આ સાથે જ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં પણ વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા છે. એટલું જ નહીં પણ સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત પીઠવડી, જીંજુડા, સેંજળના પાટીયે વરસાદી ઝાપટું પડ્યું છે.

શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.ટ

ADVERTISEMENT

 

વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT