અમરેલી બાદ ડાંગમાં પણ ધૂંઆધાર વરસાદ શરૂ થયો- Video
રોનક જાની.ડાંગઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ…
ADVERTISEMENT
રોનક જાની.ડાંગઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ બંને આગાહીઓને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે આગાહી પ્રમાણે અમરેલી ઉપરાંત ડાંગમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે. હવામાને કારણે અહીં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. ધારીમાં સરસીયા ગામે વરસાદના છાંટા પડ્યા હતા. ઉપરાંત ધારીના સુખપુર અને કાંગસામાં તથા ગોવિંદપુર સહિતના ઘણા ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા.
અમરેલી બાદ ડાંગમાં પણ ધૂંઆધાર વરસાદ શરૂ થયો- Video
ડાંગમાં વરસાદ
ડાંગ જિલ્લામાં આહવા ખાતે ભરાયેલા ડાંગ દરબારના રંગમાં ભંગ પડ્યો છે. કારણ કે માવઠાની આગાહી પ્રમાણે અહીં થોડી જ ક્ષણોમાં જાણે વાતાવરણ પલટાયા પછી ધૂંઆધાર વરસાદ પડવા લાગ્યો છે. આહવા ખાતેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં ખરીદી કરવા માટે આવેલા લોકો હતાશ થયા હતા. સાથે જ નાની મોટી દુકાનો માંડીને રેકડીઓ વાળા વેપારીઓ અને લારી વાળાઓને પણ આ કારણે નુકસાન થયું છે.
ADVERTISEMENT
શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ, ચીક્કીના પેકેટ પરત આપી રૂપિયા પરત લીધા
સાવરકુંડલામાં વરસાદી ઝાપટું
ધારી પંઠકમાં કેટલાક ગ્રામ્ય વિસ્તોરમાં છાંટા પડતા કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંછકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ચણા, ઘઉં અને ધાણા પણ તૈયાર થઈ ચુક્યા છે ત્યારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે નુકસાનની ભૂતિ સેવાઈ રહી છે. આ સાથે જ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં પણ વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા છે. એટલું જ નહીં પણ સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત પીઠવડી, જીંજુડા, સેંજળના પાટીયે વરસાદી ઝાપટું પડ્યું છે.
ADVERTISEMENT
શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.ટ
ADVERTISEMENT
સુરતનની 327 સ્કૂલમાં 1291 શિક્ષકોની ઘટ, કેવી રીતે ભણશે ગુજરાત?
વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.
ADVERTISEMENT