સાવરકુંડલામાં સિંહોએ કર્યું બળદનું મારણઃ લોકો જોવા આવતા સિંહો રવાના- Video વાયરલ
અમરેલીઃ અમરેલી-સાવરકુંડલામાં સિંહોની લટાર, પજવણી અને શિકારના વીડિયો અવારનવાર વાયરલ થતા આવ્યા છે. જોકે સિંહો દ્વારા દિવસ દરમિયાન એક બળદનું મારણ કરવામાં આવ્યું હોય તેનો…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલી-સાવરકુંડલામાં સિંહોની લટાર, પજવણી અને શિકારના વીડિયો અવારનવાર વાયરલ થતા આવ્યા છે. જોકે સિંહો દ્વારા દિવસ દરમિયાન એક બળદનું મારણ કરવામાં આવ્યું હોય તેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. આવી ઘટના અહીં પણ જવલ્લે જ જોવા મળતી હોય છે. અહીં વીડિયોમાં જોઈ શકાય છે કે જીવીત બળદની નજીકમાં જ ડાલામથ્થો સિંહ બેસી ગયો છે.
લોકોનું ટોળું આવી જતા સિંહો રવાના થયા
અમરેલી-સાવરકુંડલાના મેકડા-વંડા વચ્ચે ખુલ્લા ખેતરમાં બળદનું મારણ કરતા સિંહો જોવા મળી રહ્યા હતા. થોડા દિવસ પહેલાનો આ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં વહેલી સવારે દિવસ દરમિયાન સિંહો ખેતરમાં શિકાર કરતા જોવા મળી રહ્યા છે. એક જીવીત બળદની નજીક બેસીને સિંહ તેનો શિકાર કરે છે. ઘટનાને સ્થાનીક લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવાઈ હતી. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોડ કાંઠે જ સિંહોએ બળદનો શિકાર કરતા રાહદારીઓ અને ખેડૂતો કુતુહલ વસ આ દૃશ્ય જોવા અહીં ભેગા થઈ ગયા હતા જે પછી સિંહો શિકાર છોડીને ચાલતા થઈ ગયા હતા.
#Breaking અમરેલી-સાવરકુંડલાના મેકડા-વંડા વચ્ચે સિંહોએ દિવસ દરમિયાન બળદનો કર્યો શિકાર, 2 સિંહોએ રોડ નજીક જ બળદનું મારણ કર્યું #ViralVideo#GujaratTak #Lions pic.twitter.com/3kN8qLH7A7
— Gujarat Tak (@GujaratTak) February 15, 2023
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT