‘રેતી માફિયાઓની ચુંગાલમાંથી લોક માતાઓને બચાવો’- BJP સાંસદ મનસુખ વસાવાનો PM મોદીને પત્ર
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ રેતી ગ્રેવલ સહિત કુદરતી ખનીજનું ખનન કરી ગુજરાતની નદીઓને મોટું નુકસાન પહોંચાડનારા માફિયાઓ સામે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ નિશાન સાધ્યું છે. તેમણે…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ રેતી ગ્રેવલ સહિત કુદરતી ખનીજનું ખનન કરી ગુજરાતની નદીઓને મોટું નુકસાન પહોંચાડનારા માફિયાઓ સામે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ નિશાન સાધ્યું છે. તેમણે નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની વાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી આવા તત્વો સામે ગંભીર પગલાં ભરવા માંગ કરી છે.
રાહુલ ગાંધીની વધુ એક યાત્રાઃ પરશુરામ કુંડથી-પોરબંદર આવશે
સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દેશની નદીઓને સ્વચ્છ અથવા પુનઃજીવિત કરવાનું અભિયાન આપણા દેશના જાણીતા વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગંગા અને યમુના નદીઓ આજે પહેલા કરતા વધુ પવિત્ર દેખાય છે. દેશના લોકો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનથી ઘણા ખુશ છે, પરંતુ દેશમાં એવી ઘણી નદીઓ છે જેને ગંગા અને યમુના જેવી સુરક્ષાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આ અંગે એક દિવસ પહેલા જ ભાજપ નેતા ભરત કાનાબારે પણ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને રેતી માફિયાઓ પર અંકુલ લાદવાની વાત કરી હતી.
અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ !રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત.
સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!@narendramodi pic.twitter.com/xKxCBIiWjb— Dr. Bharat Kanabar (@KANABARDr) February 14, 2023
ADVERTISEMENT
અલ-નીનોની સંભાવનાને કારણે ભારતમાં દુકાળનો ભયઃ રિપોર્ટ
ગુજરાતની નદીઓ અંગે સાંસદે કહ્યું…
સાંસદે ગુજરાતની નદીઓની વાત કરતાં કહ્યું કે, ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગ નદીઓમાં રેતી ખનનને કારણે નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ નદીઓમાં 25 થી 30 ફૂટની ઉંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. નદીઓમાં પુલ કે રસ્તાઓ બનાવીને આ ટ્રકોને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવે છે. આ ભારે ટ્રકો અને રેતી કાઢવાની મશીનરીને કારણે નદીઓના બંને કાંઠે લીલીછમ વનસ્પતિઓ અને ઝાડ-છોડને નુકસાન છે. જેના કારણે પ્રશ્ન પાણીના સ્ત્રોત ઉપર આવે છે અને તેના કારણે નદીઓમાં સતત પાણીનો પ્રવાહ રહે છે. આ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે જેનો ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ત્યાંના એકંદરે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT