વડોદરા બાદ ભાવનગરમાં ફર્યું દાદાનું બુલ્ડોઝરઃ કરોડોની જમીન પર મેગા ડિમોલિશન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ હાલમાં જ વડોદરામાં વ્હાઈટ હાઉસ પર બુલ્ડોઝર ફેરવી લેવાયું હતું. જે પછી હવે ભાવનગરમાં પણ દાદાનું બુલ્ડોઝર ફરી વળ્યું છે. અહીં કરોડોની જમીન પર ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ નજીકના દબાણો કે જે સરકારી જમીન પર હતા તેને જડમૂળથી દૂર કરી કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરી હતી. દબાણ મુક્ત જમીનનો કબ્જો તંત્ર હસ્તગત કરવામાં આવ્યો હતો.

બજેટમાં મોટી જાહેરાત, કરવેરામાં કોઈ વધારો નહીં, CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો

અનઅધિકૃત દબાણોનો સફાયો
શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારની માલિકીની જમીનો પર આસામીઓ દ્વારા ગેરકાયદે પેશકદમી કરી લાખો-કરોડોની કિંમત ધરાવતી જમીનો પર કબ્જો કરી આર્થિક ઉપાર્જન સાથે રહેણાંકી મકાનો ખડકી દેવામાં આવે છે. જેથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. જે અંતર્ગત આજરોજ મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલના અધિકારીઓ-કર્મચારીઓ જેસીબી, ટ્રક તથા પોલીસ કાફલા સાથે શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા અનઅધિકૃત દબાણોનો સફાયો કરવા પહોંચ્યા હતા.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને લઈ બજેટમાં થઈ મહત્વની જાહેરાત, જાણો કોને મળશે લાભ

દબાણો દૂર કરવામાં તંત્રની બેવડી નીતિ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં 23 મકાનોના દબાણો જડમૂળથી હટાવી જેતે સ્થળની વીડિયોગ્રાફી કરી સરકારી જમીનનો કબ્જો સંભાળ્યો હતો. દૂર કરાયેલા દબાણોમા કાચા-પાકા મકાનો, ઓટલાઓ, વાડાઓ સહિતના દબાણોનો સમાવેશ થાય છે. દબાણ કરેલા આસામીઓને વારંવાર નોટિસ ફટકારવા છતા દબાણો દૂર ન કરતાં આજે તંત્ર એ કડક કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવ સેલ સામે જાગૃત જનતા એવાં પણ સવાલો ઉઠાવી રહી છે કે નાના દબાણકારો પર આકરી તવાઈ જયારે કોર્પોરેશનની સભામાં કાળીયાબિડ વિસ્તારમાં મોટા માથાઓ તથા રાજકીય વગ-શરણ ધરાવતા ખેંરખાઓ દ્વારા કરાયેલા મસમોટા દબાણોનો મુદ્દો શાસકપક્ષ અને વિપક્ષે પણ ઉઠાવેલો છે જે દબાણોની તંત્ર એ કબુલાત પણ કરી છે પરંતુ આવા દબાણોને આજદિન સુધી દૂર કરવામાં નથી આવ્યાં. કાળીયાબિડ ઉપરાંત ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ની ડૂબની જમીન પર પણ દબાણો છે જ, જે અંગે મુખ્ય મંત્રી સુધી રજૂઆતો થઈ છે. આમ છતાં આવા માથાભારે આસામી ઓનો વાળ પણ વાંકો નથી થતો આવું શા માટે…..?!!! એવાં સવાલો પણ લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT