બનાસકાંઠાઃ પતિ-પત્નીના કજિયાનો કરુણ અંજામ, બંનેના થયા મોત
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના ધાનેરાના રાવી ગામે ઘરકંકાસમાં પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો છે. જેમાં કજિયાથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને માથાના ભાગે હથિયાર વડે ઈજા પહોંચાડી હતી. જેથી…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના ધાનેરાના રાવી ગામે ઘરકંકાસમાં પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો છે. જેમાં કજિયાથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને માથાના ભાગે હથિયાર વડે ઈજા પહોંચાડી હતી. જેથી ઘાયલ પત્ની સારવાર દરમ્યાન હોસ્પિટલ ખસેડાઇ હતી.જોકે પત્નીનું હોસ્પિટલ બિછાને મોત થયું હતું.જ્યારે બીજી તરફ પત્ની માથાની ઇજાથી મરણ ગયાના સમાચાર પતિને મળતાં, પતિ અને આરોપી એવા ભરથરી શકરભાઈએ પણ ઝાડની ડાળ પર ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આમ ઘરકંકાસનો દાવાનળ પતિ-પત્નીના અકાળે મોતનું કારણ બન્યો હતો.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત ‘જોશીમઠની હાલત પાછળ વધતી વસ્તી જવાબદાર’
પત્નીને મારી દીધો માથામાં ફટકો
આ હત્યા અને આત્મહત્યાની વિવિધ બે ઘટનાઓની વિગત જોઈએ તો ધાનેરા તાલુકાના રવિ ગામે રહેતા શંકરભાઈ ભરથરી અને તેમની ધર્મપત્ની મંજુલાબેન ભરથરી વચ્ચે સામાન્ય ઘરકંકાસમાં કજિયો થયો હતો. આ કજિયો ઉગ્ર બનતા પતિ શંકર ભરથરી એ પોતાની પત્નીના માથામાં કોઈ બોથડ પદાર્થથી ફટકો મારી ઇજા પહોંચાડી હતી. જેથી પત્ની ઘરના આંગણામાં લોહીલુહાણ હાલતમાં ફસડાઈ ગઈ હતી. જોકે પત્નીની આ હાલત જોઈ પતિ શંકર ભાગી છૂટ્યો હતો. જે બાદ ઘાયલ મંજુબેનના પુત્ર ભાવેશ ભરથરી ઉંમર વર્ષ 21ને આ ઘટનાની જાણ થતાં તે દોડતો ઘેર આવ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં પડેલી માતાને હોસ્પિટલ ખસેડી હતી. જોકે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મંજુલાબેનનું મોત થયું હતું.
પાવાગઢઃ DDO સામે તલાટીની અક્કડ, ઓફીસે આવ્યા તો, તાળુ મારી રવાના
પત્નીના મોતથી ડઘાઈ ગયો પતિ
જ્યારે બીજી તરફ પત્નીને મારી ભાગી છૂટેલા પતિ ભરથરી શંકરને પત્નીના મોતના સમાચાર મળતાં તે ડઘાઈ ગયો હતો. પત્ની હત્યા, લોકલાજ, પત્ની વિયોગ અને જેલવાસ જેવી મુસીબતોથી બચવા તેને પણ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે એક ઝાડ પર લટકી તેણે પણ આત્મહત્યા કરી હતી. આમ ઘર કંકાસના કજિયમામાં પતિ પત્ની બંને ના મોત થયા હતા. જ્યારે તેમના બાળકો એ માતા પોતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે ધાનેરા પીઆઇ.એ.ટી. પટેલે હાલ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT