હજુ તો ઘર બનતું જ હતું કે દબાણ હટાવવા આવી મોડાસા નગરપાલિકાઃ Video
અરવલ્લીઃ અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાએ દબાણની અરજી પર ત્વરિત કામગીરી હાથ ધરી ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. મોડાસા નગરપાલિકામાં કેટલાક પાકા કન્સ્ટ્રક્શનના દબાણો પર પાલિકા…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાએ દબાણની અરજી પર ત્વરિત કામગીરી હાથ ધરી ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. મોડાસા નગરપાલિકામાં કેટલાક પાકા કન્સ્ટ્રક્શનના દબાણો પર પાલિકા દ્વારા બુલ્ડોઝર ચલાવવામાં આવ્યું છે. સોમવારે બનેલી ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
અરવલ્લીઃ મોડાસા નગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ પર ચલાવ્યું બુલડોઝર, અરજી મળ્યા પછી ત્વરિત તપાસ કરી અને દબાણ હટાવવા કરી કામગીરી, મોડાસાની બદ્રીનાથ સોસાયટીમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ#Gujarat #GujaratTak #Aravalli #bulldozer pic.twitter.com/rMJXed4wkS
— Gujarat Tak (@GujaratTak) February 6, 2023
તપાસમાં બાંધકામો ગેરકાયદે હોવાનું સામે આવ્યું
મોડાસા નગરપાલિકા દ્વારા વિસ્તારમાં આવેલી બદ્રીનાથ સોસાયટીમાં પાકા મકાનના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સોમવારે મોડાસા નગરપાલિકાએ આ કામગીરી હાથ ધરી હતી. દબાણને લઈને પાલિકાને મળેલી અરજી પર પાલિકાએઐ તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા તંત્રએ ગેરકાયદે પાકા દબાણ દૂર કરવાની કામગીરી ત્વરિત રીતે હાથ ધરતા દબાણખોરોમાં આ કાર્યવાહીને લઈને ફફડાટ જોવા મળ્યો છે. પાલિકાએ જ્યારે અરજી મળી તે પછી અહીં દબાણ કાયદેસર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવતા તંત્રએ આ દબાણો દૂર કર્યા હતા.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT