અઘોરીએ ખેડાના વેપારીને આપ્યો રુદ્રાક્ષ અને રૂ. 200: ‘ચમત્કાર’ અને ‘સાક્ષાત્કાર’નો મળ્યો પરચો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લામાં ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ હવે સામાન્ય બની રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે વધુ એક લૂંટની ઘટના નડિયાદમાંથી સામે આવી છે, જ્યાં નડિયાદના સંતરામ ડેરી રોડ પર નંબર વગરની કારમાં અઘોરી બાબા જેવો વેશ ધારણ કરી આવેલા એક શખ્સે રસ્તો પૂછવાના બહાને દસ તોલાની સોનાની લકી, એક તોલાનો સોનાનો દોરો મળી કુલ બે લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ ઝુંટવી ફરાર થઈ ગયા જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

અદાણી ગ્રુપને વધુ એક મોટો ફટકો, વધુ એક મોટી ડીલ થઈ રદ્દ

માથુ નમાવ્યું કે લકી અને સોનાનો દોરો લૂંટી લીધા
મળતી માહિતી અનુસાર 60 વર્ષીય કિરણભાઈ પરીખ કેટરિંગનો વ્યવસાય કરે છે. અને નડિયાદના સંતરામ મંદિરની પાછળ આવેલ મધુપુષ્પ એપાર્ટમેન્ટમાં રહે છે. ગઈકાલે સવારે 9:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાનું ટુ-વ્હીલર લઈને પોતાના પીપલગ ખાતે આવેલા ગોડાઉન પર જવા માટે નીકળ્યા હતા. ગોડાઉનનું કામ પતાવી પોતાના કેટરિંગના કામ અર્થે નડિયાદના દેરી રોડ પર આવેલા રામનારાયણ સોસાયટી પાસે કામ માટે ગયા હતા. બાદમાં આશરે 11 વાગ્યાની આસપાસ કિરણભાઈ ત્યાંથી પોતાના ટુ વ્હીલર પર બહાર નીકળી રહ્યા હતા. દરમિયાન પાછળથી એક નંબર વગરની કાર આવી અને કિરણભાઈને ઇશારો કરીને ઊભા રાખ્યા હતા. બાદમાં કાર ચાલક અને તેની બાજુની સીટ પર બેઠેલા અઘોરી જેવા દેખાતા ઈસમે રસ્તો પૂછવાના બહાને કિરણભાઈને નજીક બોલાવ્યા અને કિરણભાઈએ જેવો જ કારના દરવાજે હાથ મૂકી માથું નીચું કર્યું કે તેની સાથે જ ચાતકની જેમ તાકીને કારમાં બેઠેલા અઘોરીનો વેશ ધારણ કરીને આવેલા લૂંટારુઓએ કિરણભાઈના હાથમાંથી લકી અને ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝૂંટવી આંખના પલકારામાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા. કિરણભાઈ કશું સમજે એ પહેલા જ આ ઘટના બનતા તેઓ અવાક રહી ગયા હતા.

 

ADVERTISEMENT

રંગીલા રાજકોટમાં હાથમાં દારૂની બોટલ લઈને ઝૂમતા વધુ એક વરરાજાનો વીડિયો સામે આવ્યો

અગાઉ પણ અધોરી વેશમાં શખ્સો થયા હતા સક્રિય
આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જેને લઈને આ ઘટનામાં કિરણભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કિરણભાઈએ 10 તોલા સોનાની લકી તથા એક તોલા સોનાનો દોરો જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજાર નો દાગીનો લઈ ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ અગાઉ પણ અઘોરીનો વેશ ધારણ કરેલા શખ્શો જિલ્લામાં સક્રિય બન્યા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી આ શખ્સો સક્રિય બન્યા છે, અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવા લૂંટારુઓને પોલીસ કેટલા સમયમાં ઝડપે છે તે જોવું રહ્યું.

લગ્નના માંડવે દુલ્હનનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ, જાન પાછી ન જાય તે માટે પરિવારે કર્યું કઈક આવું

‘અધોરી જેવા શખ્સે ખિસ્સામાં 200 રૂપિયા અને રુદ્રાક્ષ મુક્યો’
આ અંગે ફરિયાદી કિરણભાઈ પરીખના જણાવ્યા અનુસાર,” હું મારા ઘરેથી સવારે મારા ગોડાઉન ઉપર જઈને આશરે 12:00 વાગ્યાના સુમારે રામનારાયણ સોસાયટીમાં મારૂ કેટરિંગ નુ કામ ચાલતું હતું, ત્યાં હું આવતો હતો, તે રસ્તામાં મારી પાછળ ગાડી આવતી હતી. મને ઊભો રાખ્યો અને મને પૂછ્યું કે એડ્રેસ ક્યાં આવ્યું. મેં એમને કહ્યું કે આ એડ્રેસ આ બાજુ આવ્યું છે. એટલે એમણે સહેજ ગાડી આગળ લઈ જઈ પછી મને પાછો બોલાવ્યો કે લાય હું તને આશીર્વાદ આપું. મને આશીર્વાદ આપવા માટે રુદ્રાક્ષનો મણકો આપ્યો અને ₹200 વાળીને મારા ખિસ્સામાં મૂક્યા. એટલે હું માથું ઝુકાવવા નમ્યો અને મને શું થયું ખબર નહીં મારા હાથમાંથી લકી અને ચેન ઉતારી લીધી. સોનાની લકી અને ચેન મળી આશરે 3 લાખ રૂપિયાની વસ્તુઓ હતી. મને તો પછી ખબર પડી ગાડી આગળ જતી રહી પછી કે મારી ચેન અને લકી જતી રહી છે. તો એની પાછળ હું ગયો પણ કઈ બાજુ ગાડી ગઈ એ મને ખબર જ નહીં. એક અઘોરી બાબા જેવો જૂનાગઢના નાગાબાવા હોય એ રીતના હતા. ગળામાં હાર પહેર્યો હતો અને એની સાથે એક છોકરા જેવો ડ્રાઇવર હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT