આશ્ચર્ય! આણંદ પોલીસે 126 મોબાઈલ શોધ્યા પણ આરોપી એકેય ન પકડાયો ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લા પોલીસ દ્વારા 126 જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે મોબાઈલ કોની પાસેથી મેળવવામાં આવ્યા છે અને કેવી રીતે મેળવવામાં આવ્યા છે, તે પ્રશ્નનો ઉત્તર મળી શક્યો નથી. પોલીસે 126 જેટલા મોબાઈલ તો શોધ્યા. પરંતુ કોઈ ટોળકી કે પછી આરોપીની અટકાયત જ કરી નથી અથવા તો બતાવી નથી. જેના કારણે આ સમગ્ર કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે.

કેવી રીતે શોધ્યા મોબાઈલ?
આણંદ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જીલ્લામા ગુમ થયેલા, ખોવાયેલા મોબાઈલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની માટે પોલીસે આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા ખોવાયેલા મોબાઈલ અંગે દાખલ થયેલી જાણવા જોગની તપાસમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આવા મોબાઈલ શોધી કાઢવા માટે 19 ડિસેમ્બર 2022 થી 18 જાન્યુઆરી 2023 સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન આણંદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 126 ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 15,03,657 જેટલી થાય છે અને આ રિકવર કરાયેલા મોબાઈલ જે તે અરજદારોને પરત સોંપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ ક્લાર્કને તેની ગર્લફ્રેંન્ડે જાહેરમાં માર માર્યો

પોલીસની સ્ક્રીપ્ટ બંધ બેસતી નથી
પરંતુ આ તમામ કામગીરી વચ્ચે આશ્ચર્યજનક બાબત સામે એ આવી છે કે, આ 126 મોબાઈલ ક્યાંથી લેવામાં અથવાતો શોધવામાં આવ્યા ? કઈ વ્યક્તિઓ પાસેથી રિકવર કરાયા ? આમાં કોણ કોણ સંડોવાયેલા છે? આ તમામ પ્રશ્નોના ઉત્તર પોલીસે પણ આપ્યા નથી. અને એમાંય સવાસો મોબાઈલ ગુમ કે ચોરીના કિસ્સામાં કોઈ જ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી? જેને લઈને તસ્કરો અને પોલીસ વચ્ચે મિલીભગત હોય તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. પોલીસની સ્ક્રીપ્ટ બરાબર બેસતી નથી, કારણ કે એકાદ બે મોબાઈલ ઠીક છે પણ 126 મોબાઈલ શું પોલીસને જ્યાં ત્યાં પડેલા રણી-ધણી વગરના મળ્યા?

ADVERTISEMENT

DySP ચૌધરીએ કહ્યું કે…
આણંદ જિલ્લા ડીવાયએસપી ચોધરીએ આ અંગે જણાવ્યું કે, “આણંદ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષથી જે મોબાઈલ ફોન ગુમ થવાની ઘટનાઓ બનતી હતી. અને મોબાઈલ ફોન જેના ગુમ થયા હતા એ અરજદારોએ જે તે પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ગુમ થયાની અરજી આપી હતી. જે ફોન ગુમ થયા હતા, એની ટેકનિકલ એનાલિસિસ કરી, એને શોધવા માટે આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર ધ્વારા સુચના આપવામા આવી હતી અને એક મહિનાની ડ્રાઈવ રાખવામાં આવી હતી. એ ડ્રાઇવ દરમિયાન એલસીબી ટીમ દ્વારા આ મોબાઈલ જે ગુમ થયા હતા એને શોધી કાઢવા માટે ટેકનિકલ એનાલિસિસ કરી, ટેકનિકલ સર્વિલન્સ કરી 126 મોબાઈલ ફોન જેની કિંમત 15 લાખ રૂપિયા જેટલી થાય છે એને રિકવર કરવામાં આવ્યા છે અને એ પૈકી ઘણા ફોન એના મૂળ માલિકોને પરત પણ સોંપી દેવામાં આવ્યા છે અને બાકીના જે ફોન છે જે અહીંયા છે તેના માલિકોને ટૂંક સમયમાં સોંપવામાં આવશે.”

ADVERTISEMENT

રાજનીતિનો ખેલ સમજ્યા? મહુધાના મીયાપુર ગામનું નામ બદલી મણીપુર કરવા જિ.પંચાયતમાં ઠરાવ

ADVERTISEMENT

મોબાઈલના કેસમાં ચોરીની ફરિયાદ નહીં
આ મોબાઈલ ક્યાંથી અને કઈ ટેકનીકથી શોધવામાં આવ્યા તે અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે ,” આ ફોન કોઈ વ્યક્તિ પાસેથી રિકવર કરવામાં નથી આવ્યા પરંતુ ટેકનિકલ એનાલિસિસ જે ફોનનો આઇએમઇઆઇ ડેટા હોય એના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને એ રીતે રિકવર કરવામાં આવ્યા છે. જેની તપાસ હજી ચાલુ છે આગળ જે કંઈ લીંક મળશે એ પ્રમાણે એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જેટલા પણ મોબાઈલ ફોન મળ્યા છે તેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. આ તમામ જે ફરિયાદો છે તે ચોરીની ફરિયાદ નથી નોંધાઈ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજદારોએ ફોન ગુમ થયાની અરજીઓ આપી હતી અને જે તપાસ દરમિયાન મળી આવ્યા છે અને આમા કોઈ મુદ્દા માલ સાથે કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી.”

મોબાઈલ ચોરીમાં પોલીસ અરજી લેતી હોવાનું આવ્યું સામે
મહત્વનું છે કે, આણંદ શહેર તથા જિલ્લામાં મોબાઇલ ચોરીના કિસ્સામાં પણ પોલીસ દ્વારા મોબાઈલ ગુમ થયાની જ અરજી લેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ મોબાઈલ તસ્કર પાસેથી કે અન્ય વ્યક્તિ પાસેથી જપ્ત કરાયા છે કે શું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT