અમરેલીની અમર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
અમરેલીઃ અમરેલીની અમર ડેરી ખાતે ચેરમેન વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી. સહકારી નેતા દિલીપ સાંઘાણીની અધ્યક્ષતામાં અહીં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા હતા.…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીની અમર ડેરી ખાતે ચેરમેન વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી. સહકારી નેતા દિલીપ સાંઘાણીની અધ્યક્ષતામાં અહીં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા હતા. દરમિયાન ચેરમેન પદ પર અશ્વિન સાવલિયાની વરણી થઈ હતી જ્યારે વાઈસ ચેરમેન પદ પર મુકેશ સંઘાણીની વરણી થઈ હતી.
પોલીસ જ કહી દેતી કે, ‘રેડ પડવાની છે’- ગુજરાતમાં વધુ એક જાસુસીકાંડ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ
વરણીને મીઠાઈઓ સાથે વધાવી લીધી
સહકારી ક્ષેત્રમાં હજારો પશુપાલકોને રોજગારી પુરી પાડતી અમર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આ અમરડેરીના ડાયરેક્ટર પદ પર દિલીપ સાંઘાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા છે. આજે ગુરુવારે અમર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ પરની મહત્વની જવાબીદારી માટે બે અગ્રણીઓના નામ પર મહોર વાગી હતી. સહકારી નેતા દિલીપ સાંઘાણીની અધ્યક્ષતામાં આજે અમર ડેરીના ચેરમેન પદ પર અશ્વિન સાવલિયા અને વાઈસ ચેરમેન પદ પર મુકેશ સાંઘાણીની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. દરમિયાન તેમના મોં મીઠા કરાવાયા હતા અને તેમની વરણીને વધાવવામાં આવી હતી.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT