અમદાવાદઃ 3.24 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સારંગપુરથી શખ્સ ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદના સારંગપુર વિસ્તારમાંથી એક શખ્સને એસઓજી દ્વારા નાશા માટે વપરાતું પ્રતિબંધિત મેફેડ્રોનના 32 ગ્રામ 460 મીલીગ્રામ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજીત…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના સારંગપુર વિસ્તારમાંથી એક શખ્સને એસઓજી દ્વારા નાશા માટે વપરાતું પ્રતિબંધિત મેફેડ્રોનના 32 ગ્રામ 460 મીલીગ્રામ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજીત માર્કેટ વેલ્યુ 3.24 લાખ જેટલી થવા જાય છે. અમદાવાદ પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ શખ્સને કોર્ટમા રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે. દરમિયાન પોલીને આ શખ્સ ક્યાંથી ડ્રગ્સ લાવતો અને ક્યાં સપ્લાય કરતો હતો તે સહીતની બાબતો પર તપાસ કરવી જરૂરી બની છે.
ICC ODI ટીમમાં માત્ર બે ભારતીયને મળ્યું સ્થાન, જાણો કોને સોંપવામાં આવ્યું સુકાની
પોલીસ હે. કોન્સ્ટેબલને મળી ખાસ માહિતી
અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટાફને નશીલા પદાર્થો પર સતત નજર રાખવા અને તેને અટકાવી અસરકારક કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેને પગલે મદદનીશ પોલીસ કમિશન એસઓજીના સુપરવિઝન હેઠળ પીઆઈ એ ડી પરમાર દ્વારા સૂચના આપવામાં આવતી રહેતી હતી. દરમિયાનમાં હે. કોન્સ્ટેબલ સમીર ઝહીરુદ્દીનને એક ખાસ વિગતો મળે છે જેમાં તેમને માહિતી મળે છે કે અમદાવાદના સારંગપુર પાણીની ટાંકી પાસેના બસ ટર્મિનલના ગેટ પાસેના જાહેર શૌચાલય પાસે એક શખ્સ પાસે ડ્રગ્સ છે. પોલીસે મળેલી માહિતી પ્રમાણે પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો હતો.
ભારતીય ક્રિકેટરની પત્નીએ ભરણપોષણ માટે એટલા પૈસા માંગ્યા કે ઉદ્યોગપતિના પણ હાજા ગગડી જાય
પોલીસને મળ્યો એ શખ્સ અને…
અમદાવાદ પોલીસની એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટુકડીમાં પીઆઈ પરમાર, એએસઆઈ અબ્દુલ મહોમ્મદભાઈ, હેડ કોન્સ્ટેબલ સમીર ઝહીરુદ્દીન, વિજયસિંહ રજુજી, હરપાલસિંહ પવનસંગ, કોન્સ્ટેબલ કેતન વિનુભાઈ, નિકુંજ જયકિશનભાઈ, જયપાલસિંહ અજીતસિંહ અને મહેશ ગોરધનભાઈ પણ જોડાયા હતા. તેઓ તમામે સાથે મળીને આ માહિતી પ્રમાણે જે એક્શન પ્લાન ઘડાયો તે પ્રમાણે આ વિસ્તારમાં ઠેરઠેર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં માહિતી મળી હતી તે શખ્સ તેમને મળી આવ્યો. પોલીસની પુછપરછમાં તેણે પોતાનું નામ અબ્દુલ વાહિદ શેખ કહ્યું હતું. 24 વર્ષનો અબ્દુલ અમદાવાદા વેજલપુર વિસ્તારમાં આવેલી સમા સોસાયટીનો રહેવાસી હોવાનું તેણે પોલીસને કહ્યું. પોલીસે આ દરમિયાનમાં તેની તપાસ કરી તો તેની પાસેથી ગેરકાયદે નશીલો પદાર્થ મેફેડ્રોન મળી આવ્યો હતો. જે જથ્થો 32 ગ્રામ 460 મિલીગ્રામ હતો.
ADVERTISEMENT
રિસર્ચ: પૃથ્વીની કોર ફરતી બંધ થઈ, હવે વિરુદ્ધ દિશામાં ફરી શકે છે, હવે શું થશે?
પોલીસે તેની પાસે રહેલું મેફેડ્રોન ડ્રગ્સ અને તે ઉપરાંત મળેલી અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ રૂપિયા 3.32 ગ્રામનો જથ્થો જપ્ત કરી લીધો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન અબ્દુલની ધરપકડ પણ કરી લીધી હતી. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગમી કરશે ઉપરાંત તે જાણવાના પણ પ્રયત્નો કરશે કે તે આટલું ડ્રગ્સ ક્યાંથી લાવ્યો, કોને આપવાનું હતું વગેરે વગેરે…
ADVERTISEMENT