અમદાવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગઃ પઠાણ પર 3 રાઉન્ડ ફાયરિંગ ઘટના થઈ CCTVમાં કેદ
અમદાવાદઃ અમદાવાદમાં ગુંડાતત્વોનો આતંક ફરી વધી રહ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ ખાતે રહેતા સલમાન પઠાણ પર…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં ગુંડાતત્વોનો આતંક ફરી વધી રહ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ ખાતે રહેતા સલમાન પઠાણ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કેટલાક શખ્સો અહીં તંગદીલી ભર્યું વાતાવરણ ઊભુ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉપરાંત ઘર પર આગચંપી કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અંગત અદાવતમાં ફાયરિંગ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલામાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં અંગત અદાવતમાં વહેલી સવારે ફાયરિંગ થયાની ઘટના બની હતી. આ ઘટના સામે આવતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. ઘટનાના હવે સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનામાં મળી રહેલી વિગતો પ્રમાણે સલમાન પઠાણ નામના વ્યક્તિના ઘરે મુદ્દસર ખાને પૈસાની લેતી દેતી મામલામાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સલમાન પઠાણના ઘરે લગભગ 5થી 6 શખ્સો આવી ચઢ્યા હતા. જેમના દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું સાથે જ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT