વેરાવળના ડો. અતુલ ચગ કેસમાં સાંસદ પરીમલ નથવાણીએ હર્ષ સંઘવીને કહ્યું…
ગીર સોમનાથઃ વેરાવળમાં જાણીતા તબીબ ડો. અતુલ ચગની આત્મહત્યાનો મામલો ઘણો ચકચારી બન્યો છે. 2થી 2.5 કરોડ રૂપિયાનો મામલો હોવાનું ડો. રુપાપરાએ દાવો કર્યા પછી…
ADVERTISEMENT
ગીર સોમનાથઃ વેરાવળમાં જાણીતા તબીબ ડો. અતુલ ચગની આત્મહત્યાનો મામલો ઘણો ચકચારી બન્યો છે. 2થી 2.5 કરોડ રૂપિયાનો મામલો હોવાનું ડો. રુપાપરાએ દાવો કર્યા પછી આ મામલામાં જુનાગઢના આ તબીબની પોસ્ટે ભારે ખળભળાટ મચાવ્યો છે. ડો. જલ્પાન રુપાપરાએ દાવો કર્યો છે કે થોડા મહિનાઓ પહેલા તેમની વાત ડો. ચગ સાથે થઈ હતી. ત્યારે નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાને રૂપિયા આપ્યા છે તે પાછા આપતા ન હોવાનું કહ્યું હતું. લગભગ 2થી 2.50 કરોડ રૂપિયાનો મામલો હતો.
પપ્પૂ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયાનક અકસ્માત, ઘણા નેતા ઘાયલ, કારના કચ્ચરઘાણ
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને કહ્યું…
આ મામલામાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તપાસની માગ કરી છે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકતા લખ્યું છે કે આ આપઘાતનો મામલો ખુબ જ દુખદ છે. ડો. ચગની અંતિમ ચીઠ્ઠી અને તેમનો આપઘાતને લઈને ઉંડી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગીર સોમનાથમાં ખુબ જ લોકપ્રિય નિષણાંત ડો. અતુલ ચગનો આપઘાત આઘાતજનક છે. તેઓ ઉમદા વ્યક્તિ પણ હતા. કોરોનાના સમયમાં માનવતાવાદી અભિગમ દર્શાવી ઉતકૃષ્ટ કામગીરી કરી હતી. આ દુખદ સમયમાં પરિવારજનોને સંવેદના પાઠવવું છું. આ મામલે ગહન તપાસ થાય તેવી હું લાગણી વ્યક્ત કરું છું. તેમણે આ પત્ર સોશ્યલ મીડિયા પર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત ગુજરાત પોલીસને ટાંકીને લખ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT