મોરારિ બાપુએ નેપાળથી કરી તુર્કી-સીરિયા ભૂકંપગ્રસ્તોને સહાયની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે. હાલમાં લોકો માટે ઠેરઠેરથી મદદ આવી રહી છે કારણ કે લગભગ આ ભૂકંપ દરમિયાન 4500થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. હજુ ઘણા લોકોને મદદની જરૂર છે. દરમિયાનમાં રામ કથાકાર મોરારિ બાપુ દ્વારા ભૂકંપગ્રસ્તો માટે 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈના મુમ્બ્રા રેલવે સ્ટેશનનું નામ બદલી મુમ્બ્રા દેવી કરવાની ભાજપ નેતાએ ઉઠાવી માગ

ભારત સરકારે પણ કરી મદદ
પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર બંન્ને દેશોનો મરણાંક 4500 જેટલો થયો છે. 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. એ દેશોની માલમત્તાને પણ પારાવાર નુકસાન થવા પામ્યું છે. ભારત અને આ દેશના લોકો વૈશ્વિક આપદાઓમાં સહાયરૂપ બનવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. આ ક્રમમાં ભારત સરકારે પણ આ ઘટનામાં સહાયતા પ્રેષિત કરી છે, જે ભારતીય સંવેદનશીલતાનો પરિચય કરાવે છે. મોરારિબાપુની હાલમાં નેપાળના લુમ્બિની ખાતે રામકથા ચાલી રહી છે.

ADVERTISEMENT

‘અદાણી મિત્ર નથી તો…’- રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીના પલટવાર સામે ફરી સવાલ

ભગવાન બુદ્ધની ભૂમિ પર રામકથા
નેપાળમાં આવેલ લુમ્બિનીની આ ભૂમિ એટલે કરુણાની ભૂમિ, સંવેદનાની ભૂમિ. વિશ્વ જેમને કરુણામૂર્તિ તરીકે ઓળખે છે તેવા ભગવાન બુદ્ધના જન્મસ્થળ ખાતે ચાલી રહેલી આ રામકથા એટલે કરુણાનો ગંગ પ્રવાહ. વ્યાસપીઠની કરુણા રૂપે પૂજ્ય બાપુએ તેમની રામકથાના દેશ-વિદેશના તમામ શ્રોતાઓને સાથે રાખી તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને રૂપિયા ૨૫ લાખની સંવેદના રાશી પ્રેષિત કરવાનું જાહેર કર્યું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ચોંકાવનારો આંકડો આવ્યો સામે… ITI માં ૩,35,482 ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા અને 100 લોકોને પણ ન મળી નોકરી!

મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી
લંડન સ્થિત બ્રિટીશ પાર્લામેન્ટના સદસ્ય લોર્ડ ડોલરભાઈ પોપટ, તેમના પુત્ર પાવન પોપટ અને એમની ટીમ દ્વારા આ રાશી તુર્કી અને સીરિયાના અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવશે. આ દારુણ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં પ્રતિ સંવેદના પ્રગટ કરી મોરારિ બાપુએ તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT