અમરેલીઃ લગ્નમાં ઉત્સાહમાં આવી ગયેલા યુવકે કર્યું ફાયરિંગ, જુઓ Viral Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ સાવરકુંડલા પંથકનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં યુવક ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ઉત્સાહમાં આવી જતા 12 બોરના એક હથિયાર દ્વારા ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

બાલાસિનોરમાં 3 દિવસથી સ્ટ્રીટલાઈટ્સ બંધઃ કોંગ્રેસે કરી કેન્ડલ માર્ચ

વરરાજાની ઘોડી સામે કર્યું ફાયરિંગ
અમરેલી સાવલકુંડલા ખાતે આવેલા મોલડી ગામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં વરરાજાની ઘોડીની સામે ઊભા રહીને એક યુવાને હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. લોકોના ટોળા વચ્ચે ફાયરિંગ થતા ઘણા સવાલો ઊભા થયા છે. મામલો જોતા જાણે અહીં પોલીસને રીતસરનો પડકાર ફેંકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT