અમદાવાદ એરપોર્ટમાં ટર્મીનલ 1 પર કરાયો છે આ મોટો ફેરફારઃ આ ડોમેસ્ટિક ફ્લાઈટ છે તો જરૂર વાંચજો
અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટ પરથી જો આપ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ડોમેસ્ટિક ટ્રાવેલ કરવાના છો તો આ સમાચાર તમારા માટે છે. ટર્મીનલ 2 (T2)પર જતા જ નહીં,…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટ પરથી જો આપ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ડોમેસ્ટિક ટ્રાવેલ કરવાના છો તો આ સમાચાર તમારા માટે છે. ટર્મીનલ 2 (T2)પર જતા જ નહીં, ધક્કો પડશે, કારણ કે આજથી એર ઈન્ડિયાના ઓપરેશનને ટેમ્પરરી ટર્મિનલ 1 (T1) પર શિફ્ટ કરી દેવાયું છે. હાલમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલી એક એડવાઈઝરીમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.
ઈન્ટરનેશનલ ઓપરેશન્સ ત્યાં જ છે
એડવાઈઝરીમાં એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સના મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ એરલાઈન સાથે કનેક્ટ થાય અને ઘરેથી નીકળે તે પહેલા વધુ અપડેટ માટે શિડ્યૂલ ચેક કરી લે. જેથી આ નવા અપડેટ્સ મળે. એર ઈન્ડયા એરલાઈનનું ઈન્ટરનેશનલ ઓપરેશન ટી 2 પર યથાવત છે.
દિલ્હીમાં ટિમ કૂકે કર્યું Apple સ્ટોરનું ઉદ્ઘાટન: લાંબી લાઈન અને જોરદાર તાળીઓ વચ્ચે ઓપનિંગ
ટેક ઓફ ટર્મીનલ 1 પરથી જ થશે
હાલાં ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે અંદાજે એકાદ વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઈ)ના ઈન્ટરનેશનલ ટર્મિનલ તથા ડોમેસ્ટિક ટર્મિનલના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફારનો અમલ કરીને પેસેન્જર હેંડલિંગ ક્ષમતા વધારો કરવાનું પ્લાનીંગ છે. હાલ આ ટર્મિનલના ફેરફારનો અમલ અસ્થાયી છે. આજે તેનો અમલ બપોરે 12.01થી થશે. એર ઈન્ડિયાની અંદાજે 6 ફ્લાઈટ્સ છે જેમાં રોજ ત્રણ ફ્લાઈટનો સમાવેશ થાય છે તે દર અઠવાડિયે અમદાવાદથી મુંબઈ, પુણે અને દિલ્હી સાથે કનેક્ટ રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT