જોતા જ જીવ બળે તેવો Video: જુનિયર ક્લાર્કના પેપર-OMR શીટ વગેરે ક્રશ કરાયા
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પંચમહાલ સેન્ટર પરથી એક અહેવાલ સામે આવ્યા છે જેમાં રદ્દ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું મટિરિયલ ક્રશ કરી તેને ડિસ્ટ્રોય કરવાની કામગીરી હાથ ધરવામાં…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ પંચમહાલ સેન્ટર પરથી એક અહેવાલ સામે આવ્યા છે જેમાં રદ્દ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું મટિરિયલ ક્રશ કરી તેને ડિસ્ટ્રોય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થઈ જવાને કારણે છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે ગુજરાતમાં ભારે ઉહાપોહ મચ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ કે જેઓના સપનાઓ આ પેપરની સાથે ફૂટી ગયા હતા. હવે આજે ગુરુવારે પંચમહાલ સેન્ટર પર કેટલાક પરીક્ષા પત્રો અને ઓએમઆર શીટ સહિતનું મટિરિયલ ક્રશ કરી દેવાની કામગીરી શરૂ થઈ છે. આ વીડિયો જોઈ એ તમામ આંખો ફરી ભીની થઈ જશે, તે તમામ આશાવાદીઓના જીવ બળશે કે જેઓએ આ પરીક્ષા માટે ઘણી મહેનત કરી હતી.
PM એ છાતી ઠોકીને કહ્યું, આખો દેશ જોઇ રહ્યો છે કે એક એકલો કેટલા પર ભારે…
પરીક્ષા એપ્રીલમાં યોજાશેઃ IPS હસમુખ પટેલ
હમણાં જ થોડા જ સમય પહેલાની વાત છે જ્યારે વહેલી સવારે તંત્ર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે, તે જ દિવસે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી છે કારણ કે પેપર ફૂટી ગયું છે. કેટલાક શખ્સોને આ કેસમાં પકડવામાં પણ આવ્યા છે. જોકે આ પરીક્ષા ક્યારે યોજાશે તેની જાહેરાત 100 દિવસની અંદર સરકાર કરવાની છે. ગુજરાત પંચાયત સેવા મંડળના અધ્યક્ષ તરીકે હવે આઈપીએસ હસમુખ પટેલને પદભાર સોંપાયો છે. હસમુખ પટેલ પોતાની કડક અને પ્રામાણીક કામગીરીને લઈને જાણીતા છે. તેમણે આ પદભાર સંભાળતાની સાથે કહ્યું હતું કે આગામી એપ્રીલ મહિનામાં પરીક્ષા યોજાશે. જોકે હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી.
#JuniorClerk પરીક્ષા રદ્દ થતા પંચમહાલમાં તમામ મટીરીયલ જેમકે પ્રશ્ન પત્રો, ઓએમઆર શીટ વગેરે ક્રશ કરવાની કામગીરી, જુઓ #Video #Paperleak #GujaratTak #GTVIdeo pic.twitter.com/xoEgYwC9c5
— Gujarat Tak (@GujaratTak) February 9, 2023
ADVERTISEMENT
અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિ દંપત્તીની ગોળી મારીને હત્યા, દિવસો બાદ ખબર પડી
ક્રશ થતી ઓએમઆર શીટ અને પેપર
પંચમહાલ સેન્ટરથી મળી રહેલા અહેવાલમાં આપ જોઈ શકો છો કે પંચાયત પસંદગી સેવાના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું મટિરિયલ કેવી રીતે નાશ કરવામાં આવી રહ્યું છે. અગાઉની રદ્દ થયેલી પરીક્ષાના પેપર હવે કાંઈ કામના નથી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં આ મટિરિયલનો નાશ કરવામાં આવ્યો હતો. અહીં 72 બોક્ષમાં 19260 પ્રશ્ન પત્ર અને એટલી જ ઓએમઆર શીટ પણ છે. જેને હવે નાશ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ તો માત્ર એક સેન્ટરની વાત છે પરંતુ આવા તો લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ પેપર આપવાના હતા. તે તમામ મટિરિયલનું કેટલું મોટું નુકસાન ભોગવવાનું થયું છે તેનો પણ આપ અંદાજ લગાવી શકો છો. આ મામલે પંચમહાલના ડીડીઓ એચ ડી મકવાણાએ પણ જાણકારી આપી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT