તોડબાજ પોલીસઃ સુરતના કાપડના વેપારીનો 42 લાખનો તોડ! જ્વેલરી ખરીદવામાં ભેરવાયા
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત પોલીસ પર ઘણી વખત મોટા આરોપો લાગ્યા છે, પોતાનાઓની જ જાસૂસી હોય કે, કટકી ખોરી, હની ટ્રેપ હોય કે પછી તોડકાંડ પોલીસની…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત પોલીસ પર ઘણી વખત મોટા આરોપો લાગ્યા છે, પોતાનાઓની જ જાસૂસી હોય કે, કટકી ખોરી, હની ટ્રેપ હોય કે પછી તોડકાંડ પોલીસની છબીને બગાડવામાં ઘણા પોલીસ કર્મચારીઓએ કશું જ બાકી રાખ્યું નથી. એક તરફ પોલીસ વિભાગનો મોટો હિસ્સો પોતાની પ્રામાણિકતા અને માનવતાને કારણે પોલીસની ખાખીનો રંગ નીખારતા હોય છે ત્યાં આવા કેટલાક કિસ્સાઓ આ રંગ પર કાદવ ઉછાળતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પોલીસે જ એક કાપડના વેપારીનો 42 લાખનો તોડ કરી નાખ્યો છે. કાપડના વેપારી જ્વેલરી લેવા ગયા અને જબ્બરના ભેરવાઈ ગયા છે.
તોડબાજ પોલીસે અન્ય લોકોનો પણ લીધો ટેકો
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી અભિષેક અગ્રહરી નામના એક વેપારી રેડીમેન્ડ કાપડનો વેપાર કરી પોતાના પરિવારનો ગુજારો ચલાવે છે. અભિષેક અગ્રહરી નામના કાપડના આ કારોબારી પાસેથી સુરત પોલિસના કેટલાક તોડબાજ પોલીસ કર્મચારીઓએ બીજા લોકો સાથે મળી 42 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે.
Breaking: તુર્કી ભૂકંપમાં એક ભારતીયએ પણ ગુમાવ્યો જીવ, હોટલના કાટમાળ નીચે મળી લાશ
પોલીસ સ્વીફ્ટ કાર લઈને આવી અને બેસાડી દીધા
કાપડના કારોબારી અભિષેક અગ્રેહરી એ પોતાના સાસરિયા પક્ષના એક પરિચિત વ્યક્તિના માધ્યમથી સુરતમાં 35 લાખ રૂપિયાની જ્વેલરી ખરીદી કરવા માંગતા હતા. જ્વેલરી ખરીદી કરવા માટે એમણે 35 લાખ રૂપિયા પણ આપી દીધા હતા પણ એમને જ્વેલરી તો ના જ મળી ઉલ્ટાની પોલીસે એમને હેરાન કરી દીધા. સુરતની અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ 35 લાખ લઈ જનારા લોકો સાથે મળી ખેલ પાડી દીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે વેપારીએ કહ્યું કે, ગત 15મીએ કાંતિભાઈ નામના શખ્સે મને મેસેજ કર્યો કે હું સુરત આવું છું 16મીએ તમે પૈસા રેડી રાખજો, જ્વેલરી મામલે તે આવવાના હતા તેમનો ફોન આવ્યો કે કાર બગડી છે તમે અહીં આવો. પૈસા મારી પાસે વધારે હતા. હું મારા મિત્રને લઈને ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ ન હતું. તેમણે વધારેમાં કહ્યું, તેમણે મને કહ્યું કે સામે બ્રેઝા કાર છે નંબર વગરની તેમાં હું બેઠો, ડ્રાઈવરે મને કહ્યું કે તમે રૂપિયાનું બેગ મુકી દો, મેં ના પાડી કે હું આમ રૂપિયા નહીં મુકું. મેં રૂપિયા ગણીને આપ્યા, તેમની પાસે મારા દાગીના અને બિલ હતા. હું જેવો કારમાંથી ઉતર્યો કે તરત સામે સ્વીફટ કારમાં પોલીસની વર્દીમાં એક વ્યક્તિ હતો. તેમણે ચેકિંગ કર્યું. તે ડ્રાઈવરને બે લાફા મારીને પોતાની કારમાં બેસાડી દીધો. હું તેમને કહેતો રહ્યો કે તેમની પાસે મારા દાગીના અને બીલ છે. પણ સાંભળ્યું નથી, મને કહ્યું કે મારી પાછળ પાછળ આવો. મારી કારની ચાવી લઈ લીધી, ડ્રાઈવરને છોડી મુક્યો, અમને ભીમરાજ ચેકપોસ્ટ લઈ જઈને બેસાડી દીધી, ગોસ્વામી સર આવ્યા અને બહાર બેસી ગયા, ત્યાં ચાર પાંચ વ્યક્તિ આવ્યા અને પોતાના ખિસ્સામાંથી દસ સોનાના બિસ્કીટ લઈને આવ્યા. દરમિયાન કુલદીપે કહ્યું કે 15 લાખ આપશો તો જ છોડીશું.
ADVERTISEMENT
તિલકવાડામાં મકાઈના ખેતરમાં છૂપાયો હતો 6 ફૂટનો મગર, લોકોમાં ભય- Video
ભીમરાડ ચેકપોસ્ટ પર થયો સમગ્ર તોડકાંડ!
જોકે 16 ડિસેમ્બરના રોજ સરફુદીનના પાર્ટનર કાંતિ નામના વ્યક્તિએ વેપારી અભિષેકને ફોન કરીને ભીમરાડ બોલાવ્યો હતો અને તેના કારણે વેપારી અભિષેક તેના મિત્ર રમેશને લઈને ભીમરાડ પહોંચ્યો હતો. ત્યારબાદ થોડીવાર પછી એક નંબર પ્લેટ વગરની કારમાં આવેલા વ્યક્તિએ અભિષેકને એક બેગ બતાવી હતી જેમાં સોનાના દાગીના હતા. તેથી અભિષેકે 35 લાખ રૂપિયા આ વ્યક્તિને આપી દીધા હતા અને ત્યારબાદ અભિષેકે દાગીના ચેક કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પૈસા લઈને આ બ્રેઝા કાર જતી રહી હતી અને તેટલામાં એકાએક જ એક સ્વીફ્ટ કાર ભીમરાડ પાસે આવી અને કારમાંથી એક વ્યક્તિ ઉતર્યો અને પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું અને આ વ્યક્તિએ પોતાનું નામ કુલદીપ હોવાનું જણાવ્યું હતું અને તે વેપારી અભિષેક અને તેના મિત્ર રમેશને ભીમરાડ ચેકપોસ્ટ પર લઈ ગયો હતો. ભીમરાડ ચેકપોસ્ટ પર PSI ગૌસ્વામી પણ હતા અને તેમને અભિષેકને સોનાના બિસ્કીટ જેવી કોઈ વસ્તુ બતાવીને કહ્યું હતું કે, તમારી પાસેથી આ મળ્યું છે અને તમારી ધરપકડ કરવી પડશે તેથી તમે તમારા પરિચિતને બોલાવો.
સેલવાસમાં માતાને તેના પ્રેમીથી બચાવવા દીકરી વચ્ચે પડી તો, તેને ચપ્પુથી રહેંશી નાખી
‘રૂપિયા નહીં આપો તો છાપામાં નામ આવશે’
PSI ગૌસ્વામીની આ વાત સાંભળીને કાપડના વેપારી એ તેના મિત્ર સુશીલને બોલાવ્યો હતો અને સુશીલ પોતાની સાથે હિતેશ શર્મા નામના વકીલને લઈને આવ્યો હતો. ત્યારબાદ કુલદીપ નામના પોલીસ કરમીએ ફરિયાદીને કહ્યું હતું કે, આ સમગ્ર મેટરના સેટલમેન્ટ માટે સાહેબ એ 15 લાખ રૂપિયા માંગ્યા છે. જો હું કહીશ તો સાહેબ 6 લાખ રૂપિયામાં મેટર પતાવી આપશે અને જો તમે રૂપિયા નહીં આપો તો બીજા દિવસે તમારું નામ પેપરમાં છપાશે અને તમારી બદનામી થશે. પોલીસની આ પ્રકારની વાત સાંભળીને કાપડ વેપારી અભિષેક અગ્રહરી અને તેના મિત્ર રમેશે મનોજ નામના વ્યક્તિને ફોન કરી બોલાવ્યો હતો અને તેની પાસેથી 6 લાખ રૂપિયા પોલીસે લીધા હતા. આ ઉપરાંત વેપારીની ગાડીમાં રહેલા એક લાખ રૂપિયા પણ પોલીસે કાઢી લીધા હતા. આમ પોલીસે કાપડના વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સાત લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
ADVERTISEMENT
બનાસકાંઠામાં ગુપ્તાંગ કાપી શિક્ષકનો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોરોથી ત્રાસી ગયા
હજુ (આ લખાય છે ત્યાં સુધી) આ ઘટનામાં FIR થઈ નથી
ક્યારે આ સમગ્ર મામલે 42 લાખ રૂપિયા ગુમાવી ચૂકેલા વેપારીએ સુરત પોલીસ કમિશનરના ધ્યાને આ વાત રજૂ કરતા સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી આ સમગ્ર મામલે ડીસીપીને તપાસ કરવા જણાવ્યું હતું અને ડીસીપી સાગર બાગમારા દ્વારા વેપારી અભિષેકની પૂછપરછ કરી તેનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે આ બાબતે આગામી દિવસોમાં આ બાબતે કોઈ ગુનો નોંધાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, અલથાણ પોલીસમાં ફરજ બજાવતા તોડબાજ પોલીસ કર્મચારીઓએ પોતાના બચાવમાં વેપારીના મિત્ર મનોજને 6 લાખ પણ પરત કરી દીધા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસની તપાસમાં શું સામે આવે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT