SBIમાં ગુજરાતના દાહોદમાં ખેડૂતોના નામે લેવાઈ ગઈ બારોબાર લોન, મસમોટું કૃષિ લોન કૌભાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઝાલોદ બ્રાંચમાં ખેડૂતોના નામે બારોબાર લોન મંજુર કરી રુપિયાની ઉચાપત કરવાનુ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને ખેડૂતોને કાયદાઓને જાણકારી હોતી નથી. જેનો લાભ લેભાગુ તત્વો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે, આવો જ એક કિસ્સો ઝાલોદમાં સામે આવ્યો છે.

તોડબાજ પોલીસઃ સુરતના કાપડના વેપારીનો 42 લાખનો તોડ! જ્વેલરી ખરીદવામાં ભેરવાયા

ખેડૂતોએ લોન માગી ત્યારે ન આપી
ઝાલોદના ભરત ટાવર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં કે.સી.સી કૃષિ લોનમાં મસમોટું કૌભાંડ થયું હોવાનું સપાટી પર આવ્યું છે. 2021માં ધાવડીયા ગામના ખેડૂતો દ્વારા કૃષિ લોન માટે બેન્કમાં અરજીના કાગળો તૈયાર કર્યા હતા. બાદ ખેડૂતોને લોનના વાયદા પર વાયદા કરીને ધિરાણ આપ્યું ન હતું.

ખેડૂતોના કાગળો લઈ ખવડાવ્યા ધક્કા
ખેડૂતો કૃષિ લોન માટે અનેક ધક્કા ખવડાવ્યા હતા. ત્યારે વર્ષ 2023 જાન્યુઆરી માસમાં ખેડૂતોને સ્ટેટ બેન્કના વકીલ મારફતે એકાએક ધિરાણ ભરવાં માટેની નોટિસ આવતા ચોકી ગયા હતા. અને ખેડૂતો બેન્કમાં તપાસ કરતા તેમના નામે બારોબાર ધિરાણ લઈને લાખ્ખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ADVERTISEMENT

Breaking: તુર્કી ભૂકંપમાં એક ભારતીયએ પણ ગુમાવ્યો જીવ, હોટલના કાટમાળ નીચે મળી લાશ

પોલીસી ગુપ્ત તપાસમાં આવ્યું કૌભાંડ બહાર
ઝાલોદ તાલુકાના ધાવડીયા ખાતે રહેતા રમેશ કીડીયા મહિડા કે.સીસી લોનમાં 42724, સંજય હરસીંગ ભાભોરને 163000, ગરાસિયા રૃમાલભાઈ કાળીયાભાઈને 52900ની બેંકના વકીલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ખેડૂતોએ પૂર્વ ફિલ્ડ ઓફિસર સહીત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેન્કમાં ગુપ્ત તપાસ શરુ કરતા જણાયું કે, જેમના નામે બારોબાર લોન ઉપાડી લેવાઇ છે તેવા હાલ તો ત્રણ જ ખેડૂત સામે આવ્યા છે ત્યારે આ આંકડો વધુ હોવાની શક્યતાઓ છે. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ ખેડૂતોએ પૂર્વ ફિલ્ડ ઓફિસર રાજેન્દ્ર ડામી, લોન મેનેજર દિનેશ નીસરતા, એજન્ટ ભાભોર ધુળાભાઈ, પટાવાળા રાહુલ ચારેલ અને દિલીપ માના ક્લારા સામે નામજોગ ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરુ કરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT