કેનેડામાં મળી હતી અમદાવાદના યુવાનની લાશઃ મૃત્યુ કેવી રીતે થયું?
અમદાવાદઃ અમદાવાદનો હર્ષ પટેલ નામનો યુવાન ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. પોતાના મિત્રને ત્યાં જાય છે તેવું કહી નીકળેલો હર્ષ મૃત અવસ્થામાં…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદનો હર્ષ પટેલ નામનો યુવાન ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. પોતાના મિત્રને ત્યાં જાય છે તેવું કહી નીકળેલો હર્ષ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. શુક્રવારથી તે ગુમ હતો ત્યાં તેની લાશ મળ્યાની માહિતી અમદાવાદમાં તેના પરિવારને મળે છે ત્યારે તેમના માટે આ ઘટના વજ્રઘાતથી ઓછી ન્હોતી. જોકે તેનું મૃત્યુ કેવી રીતે થયું તે સવાલ ઊભો જ હતો. હજુ પણ હર્ષનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તેની સત્તાવાર વિગતો સામે આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર હર્ષનું મૃત્યુ ડૂબી જવાને કારણે થયું છે.
હર્ષના કાકા પહોંચ્યા કેનેડા
26 વર્ષના હર્ષના મૃત્યુની વિગતો અમદાવાદ પહોંચતા જ પરિવાર અને સંબંધીઓ માટે આ આઘાતથી ઓછું ન હતું. કોઈને માનવામાં આવી રહ્યું ન હતું કે હર્ષ હવે આ દુનિયામાં નથી. હર્ષ પટેલના મોતના સમાચાર મળતા જ અહીંથી તેના કાકા ઉપેન્દ્ર પટેલ કેનેડા જવા રવાના થઈ ગયા હતા. ત્યાં કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરીને હર્ષના પાર્થિવ દેહને ઈન્ડિયા લઈ જવા તૈયારી કરવામાં આવી છે. તેમાં હજુ બીજા 12 દિવસનો સમય લાગવાની સંભાવના છે.
ભાવનગર પોલીસનું તેડું આવતા યુવરાજસિંહે શું કહ્યું… Video
મિત્રના ઘરે જાઉં છું કહીને નીકળ્યો હતો.
શુક્રવારથી જ હર્ષ ક્યાંય મળી રહ્યો ન હતો. હર્ષ પટેલ ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. તે હમણાં ચારેક મહિના પહેલા જ ત્યાં ગયો હતો. શુક્રવારે તે પોતાના એક મિત્રના ઘરે એસાઈનમેન્ટ વર્ક માટે જાઉં છું તેવું કહીને તે નીકળ્યો હતો પણ શનિવાર સવાર સુધી તે પાછો ન આવ્યો અને ફોન પણ સતત બંધ આવી રહ્યો હતો. મિત્રોએ જ આ અંગે પોલીસનો સંપર્ક કર્યો. જે મિત્રના ઘરે ગયો હતો ત્યાં પણ તે આવ્યો ન હોવાની જાણકારી મળી.
ADVERTISEMENT
કયા સંજોગોમાં થયું હર્ષનું મૃત્યુ
વિદ્યાર્થી હર્ષ પટેલનું મૃત્યુ કેવા સંજોગમાં થયું છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે તેનું મૃત્યુ ડૂબી જવાથી થયાના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ પહેલી ઘટના નથી કે જેમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોય. અગાઉ પણ ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડામાં મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી ચુકી છે. આ તરફ ગુજરાતી સમુદાય દ્વારા હર્ષની અંતિમ ક્રિયાઓ કેનેડામાં જ કરવા માટેની તૈયારી દર્શાવી હતી પણ પરિવારે હર્ષના દેહને ભારત લાવવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે આ બધામાં 40 હજાર ડોલર જેટલો ખર્ચ થઈ શકે તેમ છે અને 12 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.
ADVERTISEMENT