ડમીકાંડના આ ભેજાબાજે 7 પરીક્ષાઓ આપીઃ 1 પરીક્ષાના 25000 ચાર્જ કરતો
રાજકોટઃ યુવરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાત સરકારની લેવાતી પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થી, નકલી માર્કશિટ અને નકલી પ્રમાણપત્રો દર્શાવવાના મામલાઓ ઉજાગર કરવામાં આવ્યા તે પછી આ મામલાઓમાં એક…
ADVERTISEMENT
રાજકોટઃ યુવરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાત સરકારની લેવાતી પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થી, નકલી માર્કશિટ અને નકલી પ્રમાણપત્રો દર્શાવવાના મામલાઓ ઉજાગર કરવામાં આવ્યા તે પછી આ મામલાઓમાં એક પછી એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા આ કૌભાડંને લઈને તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ પણ તૈયાર કરાઈ જેણે કડક હાથે કામ લઈને ધરપકડનો દૌર શરૂ કર્યો છે. આ મામલામાં મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે 19 વર્ષનો મિલન બારૈયા નામનો શખ્સ 2020થી 2022 સુધીના સમયમાં 7 વખત ડમી ઉમેદવાર તરીકે બીજા લોકોની પરીક્ષાઓ આપી ચુક્યો છે. મતલબ કે 16 વર્ષનો હતો ત્યારથી તે આ રેકેટમાં સપડાયો છે.
કિશોરાવસ્થાથી જ ડમી ઉમેદવારીના કૌભાંડનો હિસ્સો બન્યો
વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ ગુજરાતની સરકારી પરીક્ષાઓમાં ચાલી રહ્યું હોવાના દાવાઓ ઘણાઓ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે હાલાં ડમીકાંડને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. ભાવનગર એલસીબી દ્વારા ડમીકાંડમાં 36 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 માસ્ટરમાઈન્ડ પૈકીનો એક 16 વર્ષથી જે ડમી ઉમેદવાર તરીકે કામ કરતો હતો તે ભવનગરનો મિલન બારૈયા નામનો શખ્સ છે. આ શખ્સ કિશોરાવસ્થાથી જ ડમી ઉમેદવાર તરીકેના આ કૌભાંડનો હિસ્સો બની ગયો હતો. તે એક ઉમેદવાર માટે 25000 રૂપિયા ચાર્જ વસુલતો હતો.
યુવરાજસિંહની તબિયત લથડી, તેમની પત્ની બિંદિયાબાએ ટ્વિટ કરી આપી માહિતી
અહીંથી શરૂ થઈ મિલનની ડમી તરીકેની સફર
ડમી ઉમેદવાર તરીકે સૌથી પહેલા દેવર્ષિ બ્રાહ્મણ નામનો શખ્સ પેપર આપવા બેઠો હતો. તે જેના માટે પરીક્ષા આપવા બેઠો હતો તે શિક્ષકનો દિકરો હતો. મિલને દેવર્ષિના ધો.12નું ફિઝિક્સનું પેપર ભાવનગરની સ્વામી વિદ્યામંદિર ખાતે આપ્યું હતું. શિક્ષક દશરથ મુખ્ય આરોપી શરત પનોતનો મિત્ર હોવાનું સામે આવ્યું હતું. શરદે જ દશરથને વારંવાર કહ્યું હતું કે, મિલન ફિઝિક્સમાં ઘણો હોંશિયાર છે. દેવર્શી હાલ ફિલિપિન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. 2020માં મિલને ધોરણ 12 આર્ટ્સના ઉમેદવાર માટે ડમી વિદ્યાર્થી તરીકે જામોદ સ્કૂલમાં પરીક્ષા આપી હતી. ગત 13 માર્ચે પણ કવિતા રાવ નામના ઉમેદવાર માટે તે ડમી પરીક્ષાર્થી બન્યો હતો. આ મામલે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT