ભરૂચમાં વેપારીઓને ટાર્ગેટ કરી લાખોની મત્તા પડાવનારા 5ની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચઃ લાલચ હોય ત્યાં લોભિયા ભુખ્યા મરે નહીં, આ એક કહેવત છે અને હાલના સમયમાં તે ઘણા કિસ્સાઓમાં બિલકુલ ફીટ બેસી રહી છે. લોકોની વધારેને વધારે નાણા કમાવી લેવાની લાલસાનો ગઠીયાઓ લાભ લેતા હોય છે અને પોતાની ગુનાહિત બુદ્ધીથી તે લોભથી કઈ રીતે છેતરીને લોકોના રૂપિયા પડાવી શકાય તેનો તુક્કો શોધી કાઢતા હોય છે. આવા ઘણા આરોપીઓને પોલીસે સીધા પણ કરી દીધા છે. આવી જ એક ઘટના ભરૂચમાં બની છે. જેમાં ભરુચ એલસીબી દ્વારા પાંચ શખ્સો સસ્તી કિંમતમાં સોનું આપવાની લાલચ આપી લોકોને છેતરતા હતા તેવા શખ્સોને ઝડપી પાડ્યા છે.

શાહબાઝ શરીફની PM મોદીને અપીલને લઈને અમેરિકાએ આપી પ્રતિક્રિયા

લોકો પાસે લખાવતા કોરા ચેક
ભરુચ પોલીસે 35 લાખના મુદ્દા માલ સાથે પાંચ જેટલા આરોપીઓને પોલીસ જેવા સ્વાંગ રચતા અને છેતરપીંડી કરતા ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ પોલીસના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ બંનેની તપાસ શરૂ કરી છે. ભરુચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એક ભેજાબાજ ટોળકી દ્વારા લોકોને સસ્તી કિંમતમાં સોનું આપવાની લાલચ આપવામાં આવી રહી છે. જેની લાલચમાં ફસાય તે વ્યક્તિને તેઓ મીટિંગ માટે બોલાવતા હતા અને તે મીટિંગમાં તેઓ તે વ્યક્તિ પાસેથી કોરા ચેક લખાવી લેતા હતા. સિક્યૂરિટી પર્પઝના નામે લઈ લેતા આ કોરા ચેકને બાઉન્સ કરાવવાની ધમકી આપતા અને આ ગેંગના જ કેટલાક સાગરિતો પોલીસ કે અન્ય સરકારી એજન્સીનો સ્વાંગ રચીને સામે આવતા અને આ વ્યક્તિને ડરાવતા હતા.

JNU માં BBC ની ડોક્યુમેન્ટ્રી અંગે હોબાળો, ફિલ્મ જોઇ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો, વિજળી ગુલ

અગાઉ પણ અન્ય વેપારી પાસેથી 50 લાખ પડાવ્યા
નડિયાદના એક વેપારીને આ ગેંગ દ્વારા પ્લાસ્ટિકના દાણાના સોદા માટે આ ટોળકીએ બોલાવ્યા હતા. પાછળથી આ જ સ્ક્રિપ્ટ પ્રમાણે છેતરી લીધા હતા અને તેના કારણે વેપારીએ પોલીસને ફરિયાદ કરી હતી. જે પછી પોલીસે આમોદના આછા ગામના આરોપીના ઘરે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ખાલીદ જાનુ યાકુબ શિનુ, ઈમ્તિયાઝ ઉર્ફે દેડકું અહેમદ પટેલ, હનીફ નીઝામ પઠાણ, નાઝીર મહેબુબ હસન મલિક અને સાજીદ શકીલ અહેમદ ઈન્દ્રીશ ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી 15.60 લાખની રોક્ડ જપ્ત કરી હતી. સાથે જ શખ્સો પાસેથી ચિલ્ડ્રન બેન્કની 37000 રૂપિયાની નોટો પણ મળી આવી હતી. પ્રકાશ ચંદ્ર પ્રજાપતિ અને એજન્ટ પારસને ભાગેડુ જાહેર કરાયા છે. અગાઉ તેમણે અન્ય એક વેપારી પાસેથી 50 લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ પ્લાસ્ટીકના દાણા, સોનું વગેરે જેવા અલગ અલગ સ્કિમ આપીને છેતરતી હતી. આંતર રાજ્ય અને આંતર જિલ્લા ગેંગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT